ટિકીટ મોવડીઓ નકકી કરશે: પ્રચાર સોશ્યલ ડિસ્ટન્સથી થશે

29 June 2020 05:09 PM
Ahmedabad Gujarat
  • ટિકીટ મોવડીઓ નકકી કરશે: પ્રચાર સોશ્યલ ડિસ્ટન્સથી થશે

ગાંધીનગર તા.29
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ પાંચ ધારાસભ્યોને પાર્ટી ટીકીટ આપશે કે કેમ તેવા પ્રશ્નના ઉત્તરમાં ભરતભાઇ પંડ્યા એ સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આ ધારાસભ્યોએ પ્રવેશ મેળવ્યો છે ત્યારે પ્રદેશ કક્ષાએથી તેનો રિપોર્ટ કેન્દ્રને મોકલવામાં આવશે અને પ્રદેશની વ્યવસ્થા મુજબ પ્રક્રિયા થશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

કોવિડ 19 દરમિયાન ભાજપ કેવીરીતે પ્રચાર પ્રસાર કરશે તેવા પ્રશ્નનો ઉત્તર આપતા ભરતભાઈએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરીને પ્રચાર કરવામાં આવશે આ ઉપરાંત એસએમએસ ની અંદર સોશિયલડિસ્ટન્સ , માસ્ક અને હેન્ડ સેનેટાઇઝ ને ધ્યાને રાખીને પ્રચાર પ્રસારની પદ્ધતિ નું આયોજન કરવામાં આવશે.

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળેલી આજની બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાષ્ટ્રીય સંગઠન ના મહામંત્રી વી, સતિષજી , કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કેબિનેટ મંત્રીઓ માં પ્રદિપસિંહ જાડેજા કૌશિકભાઈ પટેલ સૌરભ પટેલ કુવરજી બાવળીયા આર.સી.ફળદુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઇશ્વરભાઇ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ આજની આ મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement