ગલવાનમાં માર્યા ગયેલા જવાનોના મામલે ચીન સરકારની ચૂપકિદીથી પરિવારજનો પરેશાન

29 June 2020 05:08 PM
World
  • ગલવાનમાં માર્યા ગયેલા જવાનોના મામલે ચીન સરકારની ચૂપકિદીથી પરિવારજનો પરેશાન

મૃતક જવાનોના પરિજનો સોશિયલ મીડિયામાં રોષ ઉતારી રહ્યા છે : અમેરિકી મીડિયાનો અહેવાલ

વોશિંગ્ટન,તા. 29
ભારત-ચીન સીમા પર ગલવાન ખીણમાં માર્યા ગયેલાં ચીની જવાનોના બારામાં ચીન સરકારની ચૂપકિદીથી આ જવાનોનાં પરિવારજનો ચીન સરકારથી પરેશાન છે તેમ એક અમેરિકી મીડિયા રિપોર્ટમાં જાહેર થયું છે. બ્રિટબાર્ટ ન્યૂઝ અનુસાર મૃતક જવાનોનાં પરિવારને ચૂપ કરાવવામાં ચીની સરકારને સારી એવી મુશ્કેલી પડી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ મૃતક ચીની જવાનોના પરિવારજનોનું ધૈર્ય હવે જવાબ દેવા લાગ્યું છે. હવે તેઓ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 15મી જૂને અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા તે ભારતે સ્વીકાર્યું હતું. પણ આ મામલે ચીને મગનું નામ નહોતું મરી પાડ્યું. જ્યારે ભારતે ચીનના 43 જવાનોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. પણ ચીન આ મુદ્દે મૌન છે.


Related News

Loading...
Advertisement