નગારે ઘા: આઠ બેઠકોની પેટાચૂંટણીમાં નિરીક્ષકો નિયુક્ત કરતું ભાજપ

29 June 2020 04:59 PM
Ahmedabad Gujarat
  • નગારે ઘા: આઠ બેઠકોની પેટાચૂંટણીમાં નિરીક્ષકો નિયુક્ત કરતું ભાજપ
  • નગારે ઘા: આઠ બેઠકોની પેટાચૂંટણીમાં નિરીક્ષકો નિયુક્ત કરતું ભાજપ
  • નગારે ઘા: આઠ બેઠકોની પેટાચૂંટણીમાં નિરીક્ષકો નિયુક્ત કરતું ભાજપ
  • નગારે ઘા: આઠ બેઠકોની પેટાચૂંટણીમાં નિરીક્ષકો નિયુક્ત કરતું ભાજપ

કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે કોરગ્રુપ્ની બેઠક મળી: સેન્સ નહી લેવાય: અબડાસાની જવાબદારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કે.સી.પટેલને; લીંબડી માટે આર.સી.ફળદુ અને નિતીન ભારદ્વાજ, મોરબી માટે સૌરભ પટેલ તથા સી.કે.જાડેજા; ગઢડા માટે કુંવરજી બાવળીયા, ગોરધન ઝડફીયા, ધારી માટે હકુભા જાડેજા, ધનસુખ ભંડેરીને જવાબદારી: શંકર ચૌધરી તથા ભાર્ગવ ભટ્ટ સંકલન કરશે: સરકારના એક મંત્રી સંગઠનમાંથી એક વ્યક્તિને પસંદ કરાયા

ગાંધીનગર તા.29
આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા આઠ બેઠકોના ઇન્ચાર્જ ની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંડળના એક મંત્રી અને સંગઠન ક્ષેત્રના એક અગ્રણી નેતા સહિત બે વ્યક્તિઓને એક બેઠકની મહત્વની જવાબદારી આપી છે.

પત્રકાર પરિષદમાં આ અંગેની વિગતો આપતા પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત પ્રદેશ કોર ગ્રૂપની એક મહત્ત્વની બેઠક મળી હતી જેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાશે.

જેમાં સરકાર અને સંગઠન ના હોદ્દેદારોની આઠ બેઠકોના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે ની નિમણૂક કરવામાં આવી છે જેમાં અબડાસા બેઠક માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ મહામંત્રી કે.સી પટેલની નિમણૂક કરવામાં આવી છે જ્યારે લિંબડી બેઠક માટે કૃષિ મંત્રી આરસી ફળદુ અને સુરેન્દ્ર નગર જિલ્લાના પ્રભારી નીતિન ભારદ્વાજ નિમણૂક કરવામાં આવી છે જ્યારે કરજણ બેઠક માટે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ નિમણૂક થઈ છે.

આ ઉપરાંત ડાંગ ની બેઠક માટે વન મંત્રી ગણપતસિંહ વસાવા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી ની નિમણૂક કરવામાં આવી છે જ્યારે કપરાડા ની બેઠક માટે ઈશ્વરસિંહ પટેલ અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ની નિમણૂક થઈ છે જ્યારે મોરબી માટે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ સીકે જાડેજાને ઇન્ચાર્જ તરીકે નિમણૂક આપવામાં આવી છે આ ઉપરાંત ગઢડા ની બેઠક માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા ને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે ધારી ની પેટા ચૂંટણી માટે અન્ન અને નાગરિક પુરવઠા ના રાજ્યકક્ષાના મંત્રી હકુભા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પ્રદેશ અગ્રણી ધનસુખભાઇ ભંડેરી ને જવાબદારી સોંપવામાં આવી હોવાનું ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.

આ તબક્કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે દરેકે વિધાનસભા ની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી માટે બે ઇન્ચાર્જ ની નિમણૂક કરવામાં આવી છે જ્યારે સમગ્ર તૈયારી નું સંકલન કરવા માટે પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટને સંકલન માટે નિમણૂક કરવામાં આવ્યા છે આ બંને અગ્રણીઓ આઠ બેઠકોની પૂર્વ તૈયારીઓની વર્ણવ્યવસ્થા અને અન્ય આયોજનો માટે દર અઠવાડિયે સંકલન માટેનો રિપોર્ટ બેઠકમાં રજૂ કરશે આમ આજે મળેલી આ બેઠકમાં વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટા ચૂંટણીની પૂર્વ તૈયારી અને તેને લગતી વ્યવસ્થા અંગેની ચર્ચા કરવામાં આવી હોવાનું પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement