સાધુ સંતોની સુરક્ષા માટે ખાસ કાયદો બનાવો : મુખ્યમંત્રીને મળતા સંતો-મહંતો

29 June 2020 04:50 PM
Ahmedabad Gujarat
  • સાધુ સંતોની સુરક્ષા માટે ખાસ કાયદો બનાવો : મુખ્યમંત્રીને મળતા સંતો-મહંતો

મોરારીબાપુ પર હૂમલાનો પ્રયાસ કરનાર પબુભા સામે પગલા લેવા માટે પણ માંગણી

ગાંધીનગર તા.29
પ્રસિદ્ધ કથા મોરારીબાપુ ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પબુભા માણેકે કરેલા હુમલાના વિરોધમાં આજે ગુજરાતના પ્રસિદ્ધ સંતો-મહંતો અને મહામંડલેશ્વરો એ વિજયભાઈ રૂપાણી સમક્ષ પબુભા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી આજે ગાંધીનગરમાં એકઠા થયેલા સંતો-મહંતો એ મુખ્યમંત્રીની મુલાકાત કરીને મોરારીબાપુ પર થયેલા હુમલા અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

સાધુ સંતો ના રક્ષણ માટે સરકાર સમક્ષ વિશેષ કાયદો બનાવવાની પણ રજુઆત કરી હતી. આજે વિજયભાઈ રૂપાણી ને મળવા આવેલા સંતો મહંતો અને અલગ-અલગ મહામંડલેશ્વરો માં

દુધરેજ મંદિર ના મુખ્ય મહંત કનિરામ મહારાજ, અમદાવાદ જગન્નાથ મંદિર ના મુખ્ય મહંત દિલીપદાસ મહારાજ, અમદાવાદ થલતેજ મંદિર ના મહંત મોહનદાસ જી મહારાજ, લીંબડી નિમ્બરક પીઠના લલિત કિશોર બાપુ ,સાયલાના દુર્ગાદાસ બાપુ મોરબીના શિવ રામદાસજી મહારાજ, દૂધના રામબાલકદાસ જી મહારાજ સાથે અલગ-અલગ ધાર્મિક સ્થળોના પંદરથી વધુ સંતો મહંતો અને મહામંડલેશ્વરો દ્વારા મુખ્યમંત્રી નિવાસસ્થાને રજુઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ અગાઉ કથાકાર મોરારી બાપુ પર હુમલો કરનાર પબુભા માણેક સામે પગલાં લેવા તથા સોશિયલ મીડિયા પર વિડિઓ બનાવનાર સામે પણ પગલાં લેવા રજુઆત કરવામાં આવી હતી, આજે અલગ અલગ પ્રસિદ્ધ ધાર્મિક મઠોના પીઠધીશ , સંતો મહંતો ને ગૃહ રાજય પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની આગેવાનીમાં મુખ્યમંત્રી સમક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement