સુરત-વલસાડ-ગીર સોમનાથ- અમરેલીમાં મેઘસવારી: બપોરથી મંડાણ

29 June 2020 04:47 PM
Surat Gujarat
  • સુરત-વલસાડ-ગીર સોમનાથ- અમરેલીમાં મેઘસવારી: બપોરથી મંડાણ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરથી સુરત, વલસાડ, નર્મદા, ગીર સોમનાથ, અમરેલી જેવા જીલ્લાઓમાં મહેર શરુ થઈ હતી અને હળવો-ભારે વરસાદ થવાના અહેવાલ છે.

સુરતના માંગરોળ તથા ચોર્યાસી અને વલસાડના વાપીમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતા. નર્મદાના નાંદોડમાં એક ઈંચ વરસાદ હતો. ગીર સોમનાથના તલાલા, અમરેલીના રાજુલા, નવસારી તથા ચીખલીમાં અર્ધો ઈંચ વરસાદ હતો. ખંભાળીયા, મેંદરડા, જેસર, મહુવા, વંથલી જેવા ભાગોમાં પણ હળવા ઝાપટા હતા.


Related News

Loading...
Advertisement