હિરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવો : કોળી અગ્રણીઓની રજુઆત

29 June 2020 04:45 PM
Ahmedabad Gujarat
  • હિરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવો : કોળી અગ્રણીઓની રજુઆત

ગાંધીનગર તા.29
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે હીરા ભાઈ સોલંકીની નિમણુંક કરવામાં આવે તેવી માંગણી સાથે આજે કોળી સમાજના 5 યુવાનો વિજય ભાઈ રૂપાણી સમક્ષ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. જોકે અગાઉથી તૈનાત પોલીસે યુવાનોને આગળ જતાં અટકાવ્યા હતા.

આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ કોર કમિટીની બેઠક ચાલી રહી હતી તે દરમિયાન કોળી સમાજના યુવાનોએ હીરાભાઈ સોલંકી ને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અથવા કોઈ બોર્ડ / નિગમની અંદર તેમને ચેરમેન બનાવવાની રજૂઆત વિજયભાઈ રૂપાણી સમક્ષ કરવા માટે આવ્યા હતા પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ના કારણે આ યુવાનોની સીએમ સાથે મુલાકાત થઇ શકી ન હતી.


Related News

Loading...
Advertisement