વાઇફ અલાયા પર છેતરપિંડી અને બદનામી બદલ લીગલ નોટિસ મોકલી નવાઝુદ્દીને

29 June 2020 04:16 PM
Entertainment
  • વાઇફ અલાયા પર છેતરપિંડી અને બદનામી બદલ લીગલ નોટિસ મોકલી નવાઝુદ્દીને

મુંબઈ : નવાઝુદ્દીન સિદીકીએ તેની વાઈફ અલાયા પર છેતરપીંડી અને યોજનાબધ્ધ બદનામી કરવા બદલ નોટીસ મોકલાવી છે. અલાયાએ 19 મેએ તેને ડિવોર્સની નોટીસ મોકલાવી હતી એનો જવાબ 15 દિવસમાં આપવામાં આવ્યો હતો એ બાબત પણ હાલની નોટીસમાં ઉમેરવામાં આવી છે.

સાથે જ નવાઝુદ્દીને નોટીસમાં લખ્યું છે કે તેના વિશે જે પણ અપમાનજનક કમેન્ટ્સ કરવામાં આવી છે એ બંધ કવરમાં આવે. અલાયાએ ફરિયાદ કરી હતી કે તે બાળકોનું ભરણપોષણ કરવામાં અસમર્થ છે. નવાઝુદીને તેને મહિનાનું મહેનતાણું આપવાનું પણ બંધ કર્યું છે. એ સંદર્ભે જવાબ આપતાં નવાઝુદ્દીનનાં વકીલે કહ્યું હતું કે મારો કલાયન્ટ હજી સુધી ઇએમઆઈ ભરી રહ્યો છે. સાથે બાળકોનો ખર્ચ પણ ઉઠાવી રહ્યો છે. ડિવોર્સની નોટીસ તો તેને મોકલવામાં આવી છે જો કે ફરીથી તે નવાઝુદ્દીનનાં કેરેક્ટર પર કાદવ ઉછાળવાનું કામ કરી રહી છે.


Related News

Loading...
Advertisement