ભાભીજી ઘર પર હૈ! નું શુટીંગ ફરીથી શરૂ થવાથી એકટર્સમાં છવાઈ ગઈ ખુશી

29 June 2020 04:10 PM
Entertainment
  • ભાભીજી ઘર પર હૈ! નું શુટીંગ ફરીથી શરૂ થવાથી એકટર્સમાં છવાઈ ગઈ ખુશી

મુંબઈ: ભાભીજી ઘર પર હૈ! નું શુટીંગ ઘણા મહિનાઓ બાદ શરૂ થતાં તમામ એકટર્સ ખુશ થયા છે. જો કે સેટ પર સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં વિભૂતિનું પાત્ર ભજવનાર આસિફ શેખે કહ્યું હતું કે નસેટ પર લાંબા ગેપ બાદ પાછા ફરવું સારું લાગી રહ્યું છે.

શુટીંગ શરૂ થાય એની હું રાહ જોઈ રહ્યો હતો. સેટ પર આવીને ખુશી થઈ છે. અમે એકબીજાને ડિસ્ટન્સ રાખીને હેલો અને નમસ્તે કહ્યું હતું. સેટ પર પહોંચતાં જ અમારી બોડીનું ટેમ્પરેચર અને ઓકસીજન મોનીટર કરવામાં આવ્યા હતા. અમે બધાએ માસ્ક પહેર્યા હતા અને કેમેરા સામે આવતાં જ માસ્ક ઉતાર્યા હતા.

શુટીંગની શરૂઆત ગણપતિજીની આરતી સાથે કરવામાં આવી હતી. અમે બધાએ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કર્યું હતું. શોમાં અંગુરીભાભીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રેએ કહ્યું હતું કે સેટ પર પાછી ફરીને હું ખૂબ ઉત્સાહીત છું. ફ્રેશ એપીસોડને લઈને પણ ઉત્સુક છું. શરૂઆતમાં સેટ પર ટેકનીશ્યન્સ, સ્પોટ દાદા અને ક્રુ સાથે દરરોજ સવારે હાજર રહેતાં હતાં. જો કે હવે ખૂબ ઓછા લોકો હતા. અમારી મોડર્ન કોલોની પણ અલગ દેખાતી હતી.


Related News

Loading...
Advertisement