અન્ય રિયલ્ટી શોથી અલગ હશે સ્ટાર પ્લસનો શો તારે ઝમીન પર

29 June 2020 04:07 PM
Entertainment
  • અન્ય રિયલ્ટી શોથી અલગ હશે સ્ટાર પ્લસનો શો તારે ઝમીન પર

આ શોમાં શંકર મહાદેવન, ટોની કકકડ અને જોનિતા ગાંધી મેન્ટર્સ તરીકે જોવા મળશે

અમદાવાદ: સ્ટાર પ્લસ નતારે ઝમીન પરથ નામનો નવો સિન્ગિંગ રિયલ્ટી શો લાવી રહ્યું છે. નામ પ્રમાણે જ આ શો બાળકોને તેમની ગાયનપ્રતિભા રજુ કરવાની તક આપશે. આ શોની એક ખાસ બાબત એ હશે કે એમાં અગાઉના સિન્ગિંગ શોની જેમ બાળકો પણ એલિમિનેશનનો તણાવ નહીં રહે. આ ઉપરાંત શોમાં જજ પણ નહીં હોય, પરંતુ એને બદલે ખાસ માર્ગદર્શકો હશે જેઓ બાળકોને તૈયાર કરશે અને તાલીમ આપશે.

નતારે ઝમીન પરથના મેકર્સે શો માટે શંકર મહાદેવન, ટોની કકકર અને જોનિતા ગાંધીની મેન્ટર્સ તરીકે પસંદગી કરી છે. તો શોના હોસ્ટ વિશે પણ મેકર્સે મહત્વનો નિર્ણય કર્યો છે. બાળકોનો શો હોવાથી નકુલ્ફી કુમાર બાજેવાલાથ ફેમ આકૃતિ શર્મા શો હોસ્ટ કરશે અને શોમાં કોમેડીનો તડકો ઉમેરવા માટે જાણીતી કોમેડીયન સુગંધા મિશ્રા પણ હોસ્ટીંગમાં સાથ આપશે.


Related News

Loading...
Advertisement