રણવીરસિંહની સિમ્બા ઓસ્ટ્રેલિયા અને ફિજીમાં ફરીથી થશે રિલીઝ

29 June 2020 04:04 PM
Entertainment
  • રણવીરસિંહની સિમ્બા ઓસ્ટ્રેલિયા અને ફિજીમાં ફરીથી થશે રિલીઝ

મુંબઈ: રણવીરસિંહ અને સારાઅલી ખાનની સિમ્બા ઓસ્ટ્રેલિયા અને ફિજીમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને રોહિત શેટ્ટીએ ડિરેકટ કરી હતી. 2018ની 28 ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઈ હતી.

લોકડાઉનને કારણે તમામ થિયેટર્સ અને મોલ્સ બંધ છે. એવામાં જાંથી પણ લોકડાઉન હટાવવામાં આવે છે. ત્યાંનાં થિયેટર્સ ધીમે-ધીમે શરૂ થઈ રહ્યાં છે. રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઈનને પણ ન્યુઝીલેન્ડમાં રીરિલીઝ કરવામાં આવી છે. રણવીરસિંહે સિમ્બાનાં બે પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને આ ન્યુઝ પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા.


Related News

Loading...
Advertisement