કરાચીના શેરબજાર પર ત્રાસવાદી હુમલો: 6 સુરક્ષા ગાર્ડના મોત: ચાર ત્રાસવાદી ઠાર

29 June 2020 04:03 PM
India World
  • કરાચીના શેરબજાર પર ત્રાસવાદી હુમલો: 6 સુરક્ષા ગાર્ડના મોત: ચાર ત્રાસવાદી ઠાર

ભારે શસ્ત્રો વિસ્ફોટક સાથે હુમલો થયો : શેરબજાર ખુલતા જ ત્રાસવાદીઓ ઘૂસ્યા: અંધાધુંધ ગોળીબાર: ઈજાગ્રસ્તોમાં અનેક ગંભીર

કરાચી
વિશ્વમાં આતંકવાદની ‘નિકાસ’ કરી રહેલા પાકીસ્તાનમાં આજે દેશના વ્યાપારી શહેર કરાચીના હાર્દમાં આવેલા શેરબજારમાં ભારે શસ્ત્રોથી સજજ ચાર ત્રાસવાદીઓએ ઘુસીને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો અને તેમના હુમલામાં 5 સિકયોરીટી ગાર્ડ અને એક અધિકારી માર્યા ગયા હતા. જો કે સુરક્ષાદળોએ સમગ્ર એરીયાને સીલ કરીને એક ઝડપી ઓપરેશનમાં તમામ પાંચ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. તેઓ પાસેથી મોટી સંખ્યામાં દારુગોળો તથા કારતૂસ હાથ થયા છે.

જેથી જો ત્રાસવાદીઓ તેમના મીશનમાં સફળ રહ્યા હોત તો મોટી જાનહાની થવાનો ભય હતો. આ હુમલામાં અનેકને ઈજા થઈ છે તેથી મૃતકોની સંખ્યા વધી શકે છે. આજે સવારે અહી એકસચેંજ ચાલુ થવાના 9 વાગ્યાના સૂમારે જ અહીના રેલ્વે સ્ટેશન બાજુમાં પાર્કીંગ લેન પાસેથી ચાર ત્રાસવાદીઓ અલગ અલગ વાહનમાં આવીને રૂપિયો ગ્રેનેડ વિસ્ફોટ કર્યો હતો.

જેથી અફડાતફડી મચી ગઈ હતી. જો કે ત્રાસવાદીઓને અંદર ઘુસવામાં સફળતા મળી ન હતી અને સિકયોરીટી ગાર્ડોએ વળતો આક્રમક હુમલો કરીને તેઓને અટકાવી રાખ્યા હતા. આ સમયમાં વધારાના સુરક્ષાદળો પણ પહોંચી ગયા હતા અને ચારેય ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. જો કે ત્રાસવાદીઓને રોકી રાખનાર ચાર ગાર્ડ તથા એક અધિકારી માર્યા ગયા હતા. જે સંખ્યામાં ગ્રેનેડ અને હથિયાર મળ્યા હતા તેનાથી તેઓ મોટા હુમલા માટે તૈયાર હતા તે નિશ્ચીત છે.


Related News

Loading...
Advertisement