આ વર્ષના આ ભાઈએ ત્રણ વર્ષથી અડિંગો જમાવીને પાર્કના ફાઉન્ટનને સ્પિરિચ્યુઅલ ઝોનમાં ફેરવી નાખ્યો

29 June 2020 03:52 PM
World
  • આ વર્ષના આ ભાઈએ ત્રણ વર્ષથી અડિંગો જમાવીને પાર્કના ફાઉન્ટનને સ્પિરિચ્યુઅલ ઝોનમાં ફેરવી નાખ્યો
  • આ વર્ષના આ ભાઈએ ત્રણ વર્ષથી અડિંગો જમાવીને પાર્કના ફાઉન્ટનને સ્પિરિચ્યુઅલ ઝોનમાં ફેરવી નાખ્યો

અમેરિકાના પેન્સિલ્વેનીયા રાજયના વ્યોમિંગ શહેરના રહેવાસી પચીસ વર્ષના મેથ્યુ જોન મિશફસ્કીએ ત્રણેક વર્ષથી ન્યુયોર્કમાં મેનહટનના વોશિંગ્ટન સ્કવેર પાર્કના ફાઉન્ટનને વિવાદાસ્પદ બનાવી દીધો છે.

ફાઉન્ટનના એરિયાની આસપાસ ધાતુની આડશો ગોઠવીને વાડો બાંધી લીધો છે. મેથ્યુએ બનાવેલા એ વાડામાં એક ટેબલ, 6 ખુરસીઓ, પિન્ક રિકલાઈનર, કપડાં ભરેલું બોકસ અને એક બીચ અમ્બ્રેલા છે. મેથ્યુ કહે છેકે પાર્ક અને આસપાસના મેટલ બેરિકેડસ ફાઉન્ટન ઈસુ ખ્રિસ્તની શૂળી-ક્રોસનું પ્રતીક છે.

2017માં ન્યુયોર્કમાં રહેવા ગયેલા મેથ્યુ પર ગેરકાયદે રીતે અન્યોની જગ્યા પર કબ્જો જમાવવાની ગુનાહીત પ્રવૃતિ અને સરકારી તંત્રની સાંકેતીક સૂચનાઓનો અમલ નહીં કરવાના આરોપ મુકાયા હતા. એ આરોપ હેઠળ પોલીસે 13 જૂને તેની ધરપકડ કર્યા બાદ તેણે અદાલતમાં જામીન અરજી કરી હતી. અદાલતે જામીન અરજી મંજુર કરતાં તે છૂટી ગયો હતો. ત્યાર પછી તે ફરીથી અસલ જગ્યાએ પાછો પહોંચી ગયો હતો. અદાલતમાં મેથ્યુન કેસની આગામી સુનાવણી 14 સપ્ટેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે.

સીટી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેસ સર્વિસીસના અધિકારીએ જણાવ્યું હતું કે એ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ મેથ્યુને એ જગ્યા પરથી હટાવવાનો પ્રયાસ ચાર વખત કર્યો હતો, પરંતુ મેથ્યુ એ જગ્યા છોડવા તૈયાર નથી.


Related News

Loading...
Advertisement