ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડીઝ શ્રેણીમાં ફ્ક્ત 12 સ્પોર્ટસ જર્નાલીસ્ટ સ્ટેડીયમમાંથી રિપોર્ટ કરશે

29 June 2020 03:49 PM
India Sports World
  • ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડીઝ શ્રેણીમાં ફ્ક્ત 12 સ્પોર્ટસ જર્નાલીસ્ટ સ્ટેડીયમમાંથી રિપોર્ટ કરશે

ખાલી સ્ટેડીયમ વચ્ચે રમાનારા મેચમાં પત્રકારોને અલગ અલગ કોર્પોરેટ બોક્સમાં રખાશે

લંડન,તા. 29
વિશ્વમાં લગભગ 100 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થયું છે અને ઇંગ્લેન્ડ હાલ વેસ્ટ ઇન્ડીઝ અને ત્યારબાદ પાકિસ્તાનની ટીમ સામે ટકરાશે. 8 જુલાઈથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ સાથેના ત્રણ મેચની શ્રેણી શરુ થનાર છે અને ત્યારબાદ પાકિસ્તાનની ટીમનો કાર્યક્રમ હશે. જો કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ જૂન મહિનાના મધ્યમાં જ ઇંગ્લેન્ડ પહોંચી ગઇ હતી અને ક્વોરેન્ટાઈનમાં રહી હતી.

તો પાકિસ્તાનની ટીમ આજે ઇંગ્લેન્ડ જવા રવાના થશે. જો કે તે પૂર્વે જ પાક. ટીમના 10 ખેલાડીઓના કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતા અને તેઓને હાલ ઇંગ્લેન્ડ જતા રોકી દેવામાં આવ્યા છે. તેમના બે રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જાહેર થયું છે પણ ત્રીજો નેગેટીવ આવે પછી જ ઇંગ્લેન્ડ જવા મંજૂરી અપાશે જ્યારે બાકીનાં 20 ખેલાડીઓ અને 11 સપોર્ટ સ્ટાફ સાથે ટીમ પહોંચી ગઇ છે પણ બંને શ્રેણીમાં પ્રેક્ષકોને એન્ટ્રી નહીં હોય.

ઇંગ્લેન્ડમાં આ શ્રેણી કવર કરવા માટે ફક્ત 12 સ્પોર્ટસ જર્નાલિસ્ટને જ મંજૂરી અપાઈ છે અને તે તમામ સ્થાનિક જ છે એટલે કે ઇંગ્લેન્ડના પત્રકારો આ રિપોર્ટીંગ કરશે અને તમામ 12 પીપીઈ કીટમાં સતત બેઠા રહેશે. તથા દરેક ટેસ્ટ પૂર્વે તેમનો કોરોના રિપોર્ટ કરાવાશે. આપ પત્રકારોને પ્રેસ બોક્સમાં પણ બેસવા નહીં દેવાય અને અલગ અલગ કોર્પોરેટ બોક્સમાં જગ્યા કરાશે.


Related News

Loading...
Advertisement