માંગરોળ જાયન્ટસ ગ્રુપના નવા વરાયેલા હોદેદારોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

29 June 2020 03:40 PM
Junagadh
  • માંગરોળ જાયન્ટસ ગ્રુપના નવા વરાયેલા હોદેદારોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

(વિનુભાઇ મેસવાણીયા) માંગરોળ તા.29
માંગરોળ જાયન્ટ ગૃપ ઓફ માંગરોળ ના 2020/21 ના વરસ માટે ના નવા વરાયેલ હોદેદારો ને શપથવિધિ કાર્યક્રમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયો હતો યુનિટ ડાયરેક્ટર ગુણવંતભાઈ સુખાનંદી એ પ્રમુખ નિલેષભાઇ રાજપરા, સેકેટરી અનીશભાઈ ગૌદાણા તથા અન્ય નરેશભાઈ ગૌસ્વામી, લીનેશભાઇ સોમૈયા, પંકજભાઇ રાજપરા,દિલિપભાઈ ટીલવાણી ને હોદા ના શપથ લેવડાવ્યા હતા

આ પ્રસંગે ફેડરેશન 3 બી ના કો ઓડીનેટર ડો મહેન્દ કુમાર રાવલ જૂનાગઢ , વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જયદેવભાઈ ભટૃ જામનગર ઓન લાઈન વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા, કાયેકમ ના પ્રારંભે દિપ પ્રાગટય, જાયન્ટસ પ્રાથેના બાદ નિવૃત્ત થતા પ્રમુખ પંકજભાઈ રાજપરા એ ગત વરસ ની પ્રવૃત્તિ ની માહિતી આપી હતી નવા વરાયેલ પ્રમુખ નિલેષભાઇ રાજપરા એ આગામી વરસ મા પણ વધુ પ્રોજેક્ટ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી ફેડ. કો. ઓ. ડો રાવલ સાહેબે નવા હોદેદારો ને શુભેચ્છાઓ પાઠવી હતી વી.પી શ્રી જયદેવભાઇ ભટે શુભેચ્છાઓ પાઠવી સભ્ય સંખ્યા વધારવા માટેની અપીલ કરી હતી આભાર વિધિ ડી. એ. અનીશભાઈ એ કરી હતી.


Loading...
Advertisement