મોંઘવારી-બેરોજગારી પ્રશ્ને અમરેલીમાં કોંગ્રેસના ધરણા

29 June 2020 03:38 PM
Amreli
  • મોંઘવારી-બેરોજગારી પ્રશ્ને અમરેલીમાં કોંગ્રેસના ધરણા

સરકાર વિપક્ષોને દોષીત માનવાને બદલે સમસ્યાઓનું નિરાકરણ લાવે

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.27
અમરેલી જિલ્લા સહિત દેશની 135 કરોડની જનસંખ્યામાં કોરોના, ચાલના, મંદી, મોંઘવારી અને બેરોજગારીને લઈને ચિંતાનો માહોલ છવાયો હોય નરેન્દ્ર મોદી સરકારે જનતાની ચિંતા દુર કરવા માટે ઝડપથી નકકર કામગીરી કરવી જરૂરી બની છે. તેવી માંગ સાથે કોંગ્રેસે ધરણા કર્યા હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વનાં શકિતશાળી નેતાઓ પૈકીનાં છે. તેઓની સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર છે. પ્રધાનમંત્રીની કાર્યકુશળતા અનેરી છે તેઓ ધારે તે નિર્ણય કરીને તેની અમલવારી કરાવી શકે છે.તેઓએ નોટબંધી, જીએસટી અને લોકડાઉનનો નિર્ણય કરીને તેની કાર્યક્ષમતાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો છે. જો કે તેઓ સતત વિવિધ સમસ્યાઓનું નિરાકરણ માટે પ્રયત્નશીલ છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ તેની સીધી અસર દેશના આમ આદમી સુધી જોવા મળતી નથી.

દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા પાંચ લાખ સુધી પહોંચવા આવી છે અને આગામી દિવસોમાં હજુ પણ કેસની સંખ્યાવધવાની ચિંતા જોવા મળી રહી છે. ત્યારે ન્યુઝીલેન્ડ, સ્પેન, બ્રિટન, જર્મની જેમ ભારતમાં પણ હવે કોરોનાને કાબુમાં લેવાની અત્યંત જરૂર છે.

તદુઉપરાંત છેલ્લા 2 મહિનાથી ચાઈના પણ ભારતની સરહદ ઉપર ઘુસણખોરી કરી રહૃાું હોય તેમની સામે પણ લાલ આંખ કરવાની માંગ જનતા કરી રહી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારી જેવી વર્ષો જુની સમસ્યાઓ પણ માથું ઊંચકી રહી હોય તેવા સમયે સત્તાધારી પક્ષે હવે ભુતકાળની સરકારો પર દોષારોપણ કરવાને બદલે દેશવાસીઓનું ભવિષ્ય ઉજજવળ કેવી રીતે બને તે માટે ગંભીરતાથી કામગીરી કરવી જોઈએ.

કેન્દ્ર સરકારનાં એક-એક નિર્ણયની સીધી અસર દેશવાસીઓ પર પડતી હોય છે. એટલા માટે કેન્દ્ર સરકારે તમામ નિર્ણયો ગંભીરતાથી લેવા જોઈએ તેવું સૌ કોઈ ઈચ્છી રહૃાું છે.


Loading...
Advertisement