લીલીયાનાં સલડી ગામે કિશોરનું ભેદી સંજોગોમાં મોત

29 June 2020 03:36 PM
Amreli
  • લીલીયાનાં સલડી ગામે કિશોરનું ભેદી સંજોગોમાં મોત

અમરેલીના સાજીયાવદર ગામે આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત

(મિલાપ રૂપારેલ),
અમરેલી,તા. 25
લીલીયા તાલુકાનાં સલડીગામે રહેતા અને ખેતીકામ કરતાં સુમીતભાઈ સાર્દુલભાઈ ડેર નામનાં ખેડૂત તથા તેમનાં પત્ની રવિવારે સવારે 9.30 થી 11.30 દરમિયાન અમરેલી ખાતે ખરીદી કરવા ગયા તા અને પાછળથી તેમનાં ઘરમાં પોતાનો પુત્ર સોહન (ઉ.12) હોય આ પતિ-પત્ની ખરીદી કરી પરત ઘરે ફરતાં પોતાનો પુત્ર ઘરના બાથરુમમાં શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક કિશોરને અમરેલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા બાદ આ બનાવ અંગે લીલીયા પોલીસે વધ તપાસ હાથ ધરી છે.

દારુ ઝડપાયો
વડીયા તાલુકાનાં મોરવાડા ગામે રહેતા જયરાજ કનુભાઈ બસીયા તથા જેતપુર ગામે રહેતા જયદીપ ખુમાણ નામનાં બે શખ્સો પોતાના હવાલાવાળામાં વિદેશી દારુની બોટલ નં. 48 કિમત 18 હજાર તથા મોબાઈલ નંગ 2 કિમત 7500 મળી કુલ 43500નાં મુદ્દામાલ સાથે વડીયા પોલીસે મોરવાડા ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાનનો આપઘાત
અમરેલી તાલુકાનાં સાજીયાવદર ગામે રહેતાં અશ્ર્વિન દેવજીભાઈ પરમાર નામનાં નામનાં 26 વર્ષ વર્ષિય યુવકે રવિવારે સાંજનાં સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના મળે ઘરનાં ગોભારે દોરડા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું અમરેલી તાલુકા પોલીસમાં હર્ષદભાઈ પરમારે જાહેર કરતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement