માંગરોળમાં ઘાંચી મુસ્લિમ સમાજના હોદેદારોની નિમણુંક કરાઇ : પ્રમુખ તરીકે યુસુફભાઇ પટેલ

29 June 2020 03:34 PM
Junagadh
  • માંગરોળમાં ઘાંચી મુસ્લિમ સમાજના હોદેદારોની નિમણુંક કરાઇ : પ્રમુખ તરીકે યુસુફભાઇ પટેલ
  • માંગરોળમાં ઘાંચી મુસ્લિમ સમાજના હોદેદારોની નિમણુંક કરાઇ : પ્રમુખ તરીકે યુસુફભાઇ પટેલ
  • માંગરોળમાં ઘાંચી મુસ્લિમ સમાજના હોદેદારોની નિમણુંક કરાઇ : પ્રમુખ તરીકે યુસુફભાઇ પટેલ

(વિનુભાઇ મેસવાણીયા) માંગરોળ તા.29
માંગરોળ સમગ્ર ઘાચી મુસ્લીમ સમાજના હોદ્દેદારોની નીમણુક કરાઇ, પ્રમુખ તરીકે યુસુફભાઈ પટેલ અને ઉપ પ્રમુખ મોહંમદ હુશેન ઝાલા સહીત તમામ હોદ્દેદારોની બીન હરીફ વરણી કરાય,સીલેકટર સમીતીના મોલ્વી ઐયુબ બીચારાની અધ્યક્ષતામાં આયોજીત આ ચુટણી મા માગરોળના નેતા અને કોગ્રેસના પ્રદેશ મંત્રી યુસુફભાઈ પટેલની આઠમી વાર સમગ્ર ઘાચી મુસ્લીમ સમાજના પ્રમુખ તરીકે બીન હરીફ વરણી કરાય હતી, ઉપ પ્રમુખ મોહંમદ હુશેન ઝાલાની સતત બીજીવાર વરણી કરાય,, સેક્રેટરી હારુનભાઈ કોતલ, જોઈટ સેક્રટરી તરીકે હાફીઝ આહમદ આજીઅબ્બા સહીત તમામ હોદ્દેદારોની બીન હરીફ વરણી કરાતા ઉપસ્થીત લોકોએ સુભેચ્છાઓ આપી હતી.

આ પ્રસંગે મુફતી હનિફ જડાએ આગેવાનોની જવબદારી અને વર્તમાન સમયમા સમાજમા આગેવાનોની ફરજો વીશે સમજણ આપી હતી, 2020થી 2023 ત્રણ વર્ષમાટે નવા હોદ્દેદારો નીમાયા હતા, માગરોળના કોમી એકતા પ્રતિક અને છેલ્લા 45 વર્ષથી જાહેર જીવનમા રહેલ યુસુફભાઈ પટેલને આઠમી વખત ઘાચી સમાજના પ્રમુખ માટે પસંદ કરવામા આવ્યા છે.

આ પ્રસંગે યુસુફભાઈ પટેલે જણાવ્યુ હતુ કે માંગરોળમા ઘાચી સમાજની 50 હજારની વસ્તી છે ત્યારે સમાજમા આગેવાન અને પ્રમુખ તરીકે જવાબદારી નીભાવવી મુશકેલ છે ત્યારે તમામ લોકોનુ સાથ સહકાર મળી રહે છે જેથી જવાબદારી નીભાવવી પણ આસાન બને છે, આ વરણી પ્રસંગે મોટી સખ્યામા સીલેકટર સભ્યો અને તમામ આગેવાનો ઉપસ્થીત રહીયા હતા.


Loading...
Advertisement