ખાતર-બિયારણ બાદ ડિઝલમાં ભાવ વધારો થતા કિસાનો આર્થિક રીતે બેહાલ

29 June 2020 03:30 PM
Amreli
  • ખાતર-બિયારણ બાદ ડિઝલમાં ભાવ વધારો થતા કિસાનો આર્થિક રીતે બેહાલ

અમરેલી સહિત સૌરાષ્ટ્રભરના કિસાનોને સબસીડી આપવા માંગ

અમરેલી, તા. 29
કોરોનાના કહેરને લઈને કપરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહયું છે. ત્યારે આવા સમયે છેલ્લા પંદર દિવસથી ડીઝલમાં દશ રૂપિયાના ભાવ વધારો થયો છે. તો એક બાજુ ખેડૂતોને વાવણીનો સમય ચાલી રહયો છે. તેવા સમયે આ ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. બીજી તરફ ખાતર, બિયારણમાં ભાવ વધારો આવ્યો છે. તો કોઈ જગ્યાએ ડુપ્લીકેટ બિયારણોની ફરિયાદ સાંભળવા મળી રહી છે. ત્યારે આ ડીઝલમાં જે ભાવ વધારો થયો છે તે ભાવ વધારાએ ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. ત્યારેગુજરાતના સમગ્ર ખેડૂત આલમની માંગ ઉઠી રહી છે કે ડીઝલમાં ખેડૂતોને સબસીડી આપવામાં આવે.

જયારે વૈશ્વિક સ્તરે કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન આવ્યું ત્યારે આ કપરી પરિસ્થિતિમાં આખા જગને જગતાત એવા ખેડૂતોએ જ જીવનજરૂરિયાતની ચીજવસ્તુ પુરી પાડી હતી. ત્યારે આજ જગતાત બેહાલ બન્યા છે. કારણ કે આજે ખેડૂતોના તમામ પ્રકારના કામકાજ ટ્રેકટરની ખેતી દ્વારા જ થાય છે. એવા સમયમાં ડીઝલના ભાવમાં નવો ઈતિહાસ લખાઈ રહયો છે. ત્યારે ખેડૂતોને તો પડતા ઉપર પાટુ એવો ઘાટ થઈ રહયો છે. અને આ ભાવ વધારાથી ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થઈ રહયું છે.

ખેડૂતોને ડીઝલમાં સબસીડી રૂપી સહાય આપવામાં આવે તો કદાચ આવતા વર્ષે જણસીના ભાવની પડતર કોસ્ટ નીચે આવે અને ખેડૂત પોતાની આજીવીકા એવી ખેતીને સજીવન રાખી શકે તેમ ખેડૂત નેતા નરેશ વીરાણીએ જણાવેલ છે.

પાણીમાં તણાઈ ગયેલ પરિણીતાનાં પરિવારજનોને આર્થિક સહાય
કુંકાવાવ પાસેના અમરાપુર ગામે તા.15/6ના રોજ ભારે વરસાદના કારણે ખેડૂત પરિવાર પુરમાં તણાતા કોમલબેનનું મૃત્યુ થયું હતું. ત્યારે આ હતભાગી પરિવારને રાજય સરકારની યોજના તળે 4 લાખનો સરકારી ચેક ગામના સરપંચ સુખાભાઈ વાળા તથા તક મંત્રી મયુરભાઈ સુખડીયાના હસ્તે પરણિતાના પતિ નિલેશભાઈ ગેવરીયાને અર્પણ કરવામાં આવ્યો હતો.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના કદાવર આગેવાનોએ ભારત-ચીન સરહદે દેશની સુરક્ષા માટે શહીદ થયેલ 20 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


Loading...
Advertisement