રાજુલામાં કોરોના પોઝીટીવ કેસ આવતા કલેકટર દોડી ગયા : કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત

29 June 2020 03:27 PM
Amreli
  • રાજુલામાં કોરોના પોઝીટીવ કેસ આવતા કલેકટર દોડી ગયા : કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત

લોકોને સાવચેતી રાખવા અને આરોગ્ય તપાસ કરવા સુચના

અમરેલી, તા. 29
રાજુલા શહેરી વિસ્તારના જવાહર રોડ વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતા કલેકટર આયુષ ઓક તેમજ ડીડીઓ તેજસ પરમાર દ્વારા રૂબરૂ મુલાકાત લઇ કન્ટેનમેન્ટ તેમજ બફર ઝોન વિશે વિગતવાર માહિતી મેળવી લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જરૂરી કામ કરવા તેમજ બિનજરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરી લોકોને પોતાના આરોગ્યની તકેદારી રાખવા માટે જણાવેલ, તેમજ સ્થળ પર કરવામાં આવતી કામગીરીની સઘન ચકાસણી કરવામાં આવી.

આ દરમિયાન પ્રાંત અધિકારી ડાભી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલ તેમજ ઇ.એમ.ઓ. ડો. એ.કે. સિંઘ સહિતના અધિકારીઓ હાજર હેલ તેમજ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે કાર્યરત ડેઝીંગનેટેડ કોવિડ કેર ફેસીલીટીની મુલાકાત લઇ જરૂરી સુચનાઓ આપેલસાથે તાલુકાના હેલ્થ ઓફીસર ડો. એન.વી. કલસરિયા, સુપરવાઇઝર સંજયભાઈ દવે તેમજ હેલ્થ ટીમ દ્વારા લોકોને રોગપ્રતિકારક શકિત વધારવા માટે જરૂરી હોમીયોપેથીક મેડીસીન અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આરોગ્યના સ્ટાફ દ્વારા દૈનિક સર્વેલન્સ કામગીરી હાથ ધરી લોકોના આરોગ્યની પુરતી કાળજી લેવામાં આવી રહી છે.

પીઆઇ ઝાલા એન્ટ્રી પોઇન્ટ પર ટીમ તૈનાત કરી સુરક્ષા પુરી પાડી લોકોને મદદરૂપ થઇ રહયા છે. તેમજ નગરપાલિકાના ચીફ ઓફીસર ઉદય નસિત દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી અને કોરોના યોઘ્ધા વોર્ડ ટીમને સક્રિય કરી લોકોને મદદરૂપ થવા માટે ખડે પગે કામગીરી બજાવી રહયા છે. આ સમગ્ર કામગીરીનું મોનીટરીંગ અને સુપરવિઝન પ્રાંત અધિકારી ડાભીની અઘ્યક્ષતામાં પોલીસ, આરોગ્ય, નગરપાલિકા અને વહીવટી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.


Loading...
Advertisement