મોરબીના કેસરબાગ અને ગાંધી સોસાયટીમાં વાડીમાંથી જુગાર રમતા 11ની ધરપકડ

29 June 2020 03:20 PM
Morbi
  • મોરબીના કેસરબાગ અને ગાંધી સોસાયટીમાં વાડીમાંથી જુગાર રમતા 11ની ધરપકડ

(જીગ્નેશ ભટ્ટ) મેારબી તા.29
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ટીમવર્ક દ્વારા બે અલગ અલગ જગ્યાએથી જુગારના બે ગણનાપાત્ર કેશો શોધી કાઢીને 11 જૂગારીની ધરપકડ કરેલ છે.

મેારબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા દ્રારા દારૂ-જુગારની બદી દુર કરવા સુચના કરેલ હેાય અને ગણનાપાત્ર કેશો શોધી કાઢવા જણાવાયેલ હેાય નાયબ પોલીસ અધીક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ બી ડીવીજન ઇન્ચાર્જ પીઆઇ આઇ.એમ.કોઢીંયાની સુચનાથી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ટીમ વર્ક દ્વારા જુગાજુગા બે વિસ્તારમાં જુગારના બે કેશો શોધી કાઢવામાં આવ્યા હતા.

જેમાં હેડ કોન્સ. કિશોરદાન ગઢવી તથા એ.પી.જાડેજાને મળેલ ખાનગી બાતમીને આધારે સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, ઇસ્તીયાઝભાઇ જામ, રૂતુરાજસિંહ જાડેજા, રમેશભાઇ મીયાત્રા, મુકેશભાઇ જીલરીયા, દેવસીભાઇ મોરી તથા ભગીરથભાઈ લોખીલે સામાકાંઠે નટરાજ ફાટક પાસે આવેલા કેશરબાગ અંદર પાણીની ટાંકી નજીક રેડ કરી હતી અને ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા કિરણભાઇ પરસોતમભાઇ વાઘેલા (ઉમર 54) રહે.કાલીકા પ્લોટ શક્તિ ટાઇલ્સની સામે શેરી, માણસુરભાઇ આલાભાઇ ગરચર જાતે બોરીચા (ઉમર 41) રહે.અમરાપર તા.જી.મોરબી, જનકભાઇ અનંતરાય દેવમુરારી જાતે બાવાજી (ઉમર 51) રહે. એલઇ કોલેજ કેમ્પસ રૂમમાં મોરબી -2 મુળ તુરખા તા.જી. બોટાદ અને રાજુભાઇ લાભુભાઇ વાઘેલા (ઉમર 54) રહે.લાલબાગ મકાન નં. બી-10 ફ્લેટ નં. 58 મોરબી-2 વાળાઓની રોકડા રૂા.33,700 સાથે પકડી પાડયા હતા.

જયારે બી ડીવીજનના કોન્સટેબલ કિશનભાઇ મોતાણીને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે એએસઆઇ અશોકભાઇ સારદીયા,ફીરોજભાઇ સુમરા, રમેશભાઇ રાઠોડ, કેતનભાઇ રબારી, લાલભા ચૌહાણે મોરબી-2 નજરબાગ ગાંધી સોસાયટી વાડીમાં રેડ કરતા ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા વસંતભાઇ ગોવીંદભાઇ ચાવડા (ઉમર 52) રહે.ગાંધી સોસાયટી નજરબાગ મોરબી-2, દાઉદભાઇ અબ્દુલભાઇ જુણેજા જાતે સંધી (ઉમર 38) રહે.સો ઓરડી મોરબી-2, ચંદુભાઇ પોપટભાઇ સીરોયા જાતે કોળી (ઉમર 49) રહે.સો ઓરડી બાલમંદીરની બાજુમાં મોરબી-2, નાથાજીભાઇ વિરાજીભાઇ રાઠોડ જાતે વણજારા (ઉમર 38) રહે.હરીઓમ સોસાયટી મોરબી-2, મહેશભાઇ કુબેરભાઇ પરમાર (ઉમર 40) રહે.પીલુડી તા.જી.મોરબી, અફઝલભાઇ અકબરભાઇ સમા જાતે સીપાઇ (ઉમર 24) રહે.સો ઓરડી સાગરપાન પાસે મોરબી અને જયેશ ચંડીદાન ઇશરાણી ગઢવી (ઉમર 42) રહે.સો ઓરડી સાગર પાનની બાજુમાં મોરબી-ર વાળાઓને રોકડા રૂા.22,060 સાથે પકડી પાડયા હતા.


Loading...
Advertisement