મોરબીના શનાળા રોડ ઉપર રહેણાંક મકાનમાં જુગાર રમતા 10 ઝડપાયા

29 June 2020 03:18 PM
Morbi
  • મોરબીના શનાળા રોડ ઉપર રહેણાંક મકાનમાં જુગાર રમતા 10 ઝડપાયા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.29
મોરબી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે શહેરના શનાળા રોડ પર આવેલ આરાધના સોસાયટીના મકાનમાં રેડ કરી હતી ત્યાં મકાનમાં જુગાર રમી રહેલા 10 ઇસમેાની રોકડ રકમ સાથે ધરપકડ કરાયેલ છે.

હાલમાં એ ડિવિજન પેાલીસે ગીરીશભાઇ છબીલભાઇ કોટેચા જાતે લુવાણા (ઉમર 56) રહે.મોરબી શનાળા રોડ જીઆઇડીસી સામે આરાધના સોસાયટી, રોહીતભાઇ વાલજીભાઇ દેવાયતકા બારોટ (ઉમર 55) રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ, અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર દરબાર (ઉમર 23) રહે.મોરબી શનાળા રોડ ન્યુ.ગુજરાત હાઉસિંગ બોર્ડ, હસમુખભાઇ ભરતભાઇ લખતરીયા જાતે વાણંદ (ઉમર 30) રહે.મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ, પંકજભાઇ હસમુખભાઇ કારીયા લુવાણા (ઉમર 24) રહે.મોરબી શનાળા રોડ જીઆઇડીસી સામે અનુપમ સોસાયટી, મનોજભાઇ ભરતભાઇ મકવાણા કોળી (ઉમર 39) રહે.ધાંગધ્રા સીતા દરવાજા પીપળાવાળી શેરી જી.સુરેન્દ્રનગર, વાસુદેવભાઇ ભરતભાઇ લખતરીયા વાણંદ (ઉમર 22) રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ, દીલીપભાઇ નારણભાઇ કાનાબાર લુવાણા (ઉમર 52) રહે.મોરબી નવલખીરોડ સેન્ટમેરી સ્કુલ પાસે અમૃતપાર્ક, નરેન્દ્રભાઇ ચિમનલાલ જોષી બ્રાહમણ (ઉમર 50) રહે.મોરબી શનાળા રોડ વિરલપાર્ક નવાબસસ્ટેન્ડ સામે દુર્લભદર્શન એપાર્ટમેન્ટ બીજા માળે અને હરેશભાઇ નાનાલાલ મહેતા બ્રાહમણ (ઉમર 51) રહે.મોરબી નવાબસસ્ટેન્ડ સામે લાભલક્ષ્મી એપાર્ટમેન્ટ વાળા પૈસા વતી રોન પોલીસનો તીનપતીનો હારજીતનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂા.46,150 ના મુદામાલ સાથે દશેયની જુગારધારા કલમ 4-5 મૂજબ અટકીયત કરવામાં આવેલ છે.

મોડપર ગામે મારામારી
મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા લાલજીભાઇ મોહનભાઇ બડધા નામના 40 વર્ષના યુવાનને તેના જ બે ભાઈઓ બળદેવ મોહન બડધા અને રવજી મોહન બડધાએ માર મારતા લાલજીભાઈને સારવાર માટે લઈ જવાયા હતા બાદમાં તેમણે તેના બંને ભાઈ બળદેવ અને રવજી વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે ઘરમાં નહીં આવવા દઇને બોલાચાલી કર્યા બાદ તેમને માર મારવામાં આવ્યો હતો.


Loading...
Advertisement