મોરબીમાં ભાઇ અને બે બહેનો પર હૂમલો : ‘બુચીયા’નું પરાક્રમ

29 June 2020 03:16 PM
Morbi
  • મોરબીમાં ભાઇ અને બે બહેનો પર હૂમલો : ‘બુચીયા’નું પરાક્રમ

વાંકાનેરના આંબેડકરનગરમાં વૃઘ્ધા પર હૂમલો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.29
મોરબીના વજેપર વિસ્તારમાં જાપા પાસે રહેતા યુવાનને ત્યાં રહેતા શખ્સે "સામુ કેમ જોવે છે અને કેમ કતરાય છે" તેવું કહીને ઝાપટ મારી હતી જેથી કરીને તેના બે બહેનો તે શખ્સને સમજાવવા જતાં તેને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ભોગ બનેલ યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વજેપર વિસ્તારમાં રહેતા પૂજાબેન કાનજીભાઈ કોળીએ હાલમાં તે વિસ્તારની અંદર રહેતા રવિ ઉર્ફે બુચીયો દેવજીભાઇની સામે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે લખ્યું છે કે તેના નાના ભાઈ ને "તું કેમ સામું જોવે છે અને કેમ કચરાય છે" તેવું કહીને જાપટ મારી હતી જેથી પૂજાબેન અને તેના બેન ડિમ્પલબેન રવિને સમજાવવા માટે ગયા હતા ત્યારે રવિ ઉશ્કેરાઇ જઇને આ બંને બહેનોને ગાળો આપી હતી. ત્યારબાદ ઢીકાપાટુનો અને નહિ લાકડી વડે ઈજા કરી ધમકી આપી હતી જેથી પૂજાબેન એ મોરબી સીટી-એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથધરી છે.

બાઇક ચોરી
વાંકાનેરના દિવાનપરામાં રહેતા નિલેશગીરી દયાલગીરી ગોસ્વામી (ઉંમર 51)એ પોતાના ઘર પાસે મોટરસાયકલ નંબર જીજે 36 કે 2728 નંબર વાળું પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજારની કિંમતના બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે.

વૃધ્ધાને મારમાર્યો
વાંકાનેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા મહિલા કાંતાબેન વશરામભાઇ ચાવડા (ઉમર 65)એ અગાઉ મારામારીનો કેસ કર્યો હતો તેનો ખાર રાખી ને વિજયભાઈ વાઘજીભાઈ સુમેસરાએ ત્યાં આવીને લાકડી વડે તેમજ લાદી અને ઇંટના છુટ્ટા ઘા કરીને પગના ભાગે ઇજાઓ કરી હતી. ત્યાં ઉભેલા અન્ય મહિલાને પણ ઈજાઓ કરી હતી. ધમકી આપી હતી જેથી હાલમાં કાંતાબેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement