માણાવદરનાં બોડકા ગામે બંધ મકાનમાંથી રોકડની ચોરી

29 June 2020 03:11 PM
Junagadh Saurashtra
  • માણાવદરનાં બોડકા ગામે બંધ મકાનમાંથી રોકડની ચોરી

જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુના 24 કલાકમાં 4 બનાવો નોંધાયા

જૂનાગઢ,તા.29
માણાવદરનાં સ્વામીના બોડક ગામે રહેણાંક મકાનમાંથી રુપિયા 38,500ની રોકડ રકમની ચોરી થયાની માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ માણાવદરથી 16 કિ.મી. દૂર આવેલ સ્વામીના બોડકા ગામે રહતેા જયેશ બાબુભાઈ પરમાર ગત તા. 25-6ના સવારે તેના મામાના ઘરે ગયેલ બાદ કોઇ જાણભેદુને ઘરના તાળા કબાટની ચાવી ગોતી લઇ કબાટ ખોલીને રોકડ 38,500ની ચોરી કરી લઇ ગયાની ગઇકાલે માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા માણાવદર પીએસઆઈ પી.વી. ધોકડીયાએ તપાસ હાથ ધરી છે. એફએસએલ ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
અપમૃત્યુના ચાર બનાવોમાં પ્રથમ જૂનાગઢ દોલતપરા ખાતે રહેતા મીલનભાઈ છગનભાઈ ઘરસંડાએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં મોત નોંધાતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં કેશોદથી 4 કિ.મી.દૂર સોંદરડા ખાતે જયકો ઇન્ડસ્ટ્રીઝ નામક કારખાનામાં કામ કરતા અને મોટી ઘંસારી ગામે રહેતા નરેન્દ્રસિંહ હેમતસિંહ રાયજાદાને ચાલુ મશીને અકસ્માતે શોર્ટ લાગી જતાં મોત થયું હતું.
ત્રીજા બનાવમાં મેંદરડાથી 4 કિ.મી. દૂર નાગલપુર ગામે રહેતા સંજયભાઈ મોહનભાઈ વાઘેલાને છ માસથી કામ ધંધો કે મજુરી ન મળતાં આર્થિકભીંસના કારણે તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યું હતું.
ચોથા બનાવમાં કેશોદથી 9 કિ.મી. દૂર કેવદ્રા ગામે રહેતા કંચનબેન જગદીશભાઈ ધનજીભાઈ મણવરએ કોઇ અગમ્ય કારણોસર તેના ઘરે ઝીરી ટીકડી ખાઈ લેતા મોત નિપજ્યું હતું.


Related News

Loading...
Advertisement