રવિવારે સોરઠમાં વધુ પાંચ પોઝિટીવ કેસ નોંધાયા

29 June 2020 03:10 PM
Junagadh Saurashtra
  • રવિવારે સોરઠમાં વધુ પાંચ પોઝિટીવ કેસ નોંધાયા

શહેર વિસ્તારના ત્રણ અને તાલુકા કક્ષાએ બે કેસ : 50 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી: બાંટવામાં સવારના 8 થી બપોરે 2 સુધી જ દુકાનો ખુલ્લી રાખવા વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય

જૂનાગઢ,તા. 29
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાએ રફતાર પકડી લીધી છે. ગત તા. 1 જૂનના 54 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મોત નોંધાયું હતું. રાજાવદરના જૂનાગઢનાં 51 વર્ષીય આધેડનો કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ. જૂનાગઢ જિલ્લામાંશનિવારના કુલ 80 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. રવિવારનાં પાંચ કેસ નોંધાતા કુલ 85 કેસ નોંધાયા છે.
જૂનાગઢમાં રવિવારનાં 3 કોરોના કેસ નોંધાયા હતા જેમાં સૈયદવાડા લીમડા ચોક ગોકુલ પેલેસ ખાતે 30 વર્ષિય મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો બીજો કેશ માંગનાથ રોડ માઢ સ્ટ્રીટ પાસે 35 વર્ષિય પુરુષ કોરોના પોઝીટીવ કેસ આવ્યો હતો. ત્રીજો કેસ દાણાપીઠ મહાલક્ષ્મી સ્ટ્રીટ ખાતે 62 વર્ષિય પુરુષને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આમ જૂનાગઢમાં એક મહિલા અને બે પુરુષોના કોરોના પોઝીટીવ નોંધાયા હતાં.
સુરત ખાતે રહેતા અને મેંદરડાનાં ચિરોડા ગામે આવેલા 60 વર્ષના પુરુષનો રિપોર્ટ અને ભેંસાણનાં હડમતીયા ગામે પુરુષનો પોઝીટીવ કેસ નોંધાયો હતો. કુલ 51ને ડિસ્ચાર્જ કરાયા છે. 30 કેસ એક્ટીવ રહ્યા છે. 30માંતી 21 કેસ જૂનાગઢ સીટીનાં, મેંદરડા-એક, વિસાવદરમાં 1, માણાવદર અને વંથલીનાં બે કેસ છે. જૂનાગઢ સિવિલમાં હજુ 14 સારવાર નીચે છે. 18 દર્દીઓ હોમ આઈસોલેશ કરવામાં આવ્યા છે.
બાંટવા
માંગરોળમાં સવારે આઠથી બપોરના બે સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. બાંટવા ગ્રેઇન કરીયાણા એન્ડ કોલફૂડ એસો.ની બેઠક મળી હતી જેમાં 29 જૂન આજથી 15 જુલાઈ સુધી સવારનાં 8 થી 2 સુધી દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓના કહેવા મુજબ દેશમાં કોરોનાએ ભરડો લીધો છે જેની સાવચેતીનાં પગલે આ નિર્ણય જરુરી હતો. માણાવદરનાં બાંટવા શહેરમાં એકપણ કેસ કોરોનાનો નોંધાયો ન હતો. જેમાં એક શનિવારનાં નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે.


Related News

Loading...
Advertisement