વેરાવળમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને નાણા મામલે ધમકી આપી માથાકુટ કરતા ચર્ચા

29 June 2020 03:09 PM
Veraval
  • વેરાવળમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને નાણા મામલે ધમકી આપી માથાકુટ કરતા ચર્ચા

એડવોકેટ દ્વારા પોલીસમાં ફરિયાદ કરાતા તપાસનો ધમધમાટ

વેરાવળ તા.ર9
વેરાવળમાં ટ્રાન્સપોર્ટના વેપારીને હીસાબના પૈસા બાબતે માથાકુટ કરી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે.
આ અંગે એડવોકેટ દીનેશભાઇ બોરીચાંગરે જણાવેલ કે, મુળ વેરાવળના અને હાલ પુના મુકામે સ્થાઇ થયેલ ઇરફાન અબ્દુલગની ખોખર નમાજ પઢવા ગયેલ ત્યારે નમાજ પઢી બહાર નીકળેલ તે સમયે અલીમહમદ ઇબ્રાહીમ મુગલ ખેર ફીશવાળા મળતા ઇરફાન એ ટ્રાન્સપોર્ટના હીસાબના રૂપીયા નીકળતા હોય તેની ઉઘરાણી કરતા અલીમહમદ ઉશ્કેરાઇ જઇ મેગ્લોર, કર્ણાટકના ફીરોજ અબ્દુલ સત્તાર મુગલ સાથે ટેલીફોનીક વાત કરાવતા તેમને પણ પૈસાની માંગણી કરીશ તો જીવતો નહીં રહેવા દઇએ તેવી ધમકી આપેલ અને અલીમહમદ એ ઇરફાનને મુંઢમાર મારી બીભત્સ શબ્દો બોલેલ હતા.
આ બનાવ અંગે એડવોકેટ દીનેશભાઇ બોરીચાંગર દ્વારા ઉપરોકત હકીકત મુજબ લેખીત ફરીયાદ પોલીસમાં આપતા આઇ.પી.સી. કલમ 3ર3, પ04, પ06(ર), 114 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હે.કો. એસ.એલ.સોલંકીએ હાથ ધરેલ છે.
જુગાર
પ્રભાસ પાટણ જી.ઇ.બી. કચેરી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ને રૂા.11,370 સાથે પોલીસે ઝડપી લીધેલ જયારે ત્રણ જુગારીઓ નાસી છુટતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.
પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પો.કો. દીપકભાઇ બાબુભાઇ, તુષારભાઇ હરીઓમભાઇ, કુલદીપસિંહ જયસિંહ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન જી.ઇ.બી. પાસે આવેલ પાણીના ટાંકા પાસે બાવળની કાંટમાં ખુલ્લામાં જુગાર રમતા (1) હરેશ કાનાભાઇ કામળીયા રહે.પ્રભાસ પાટણ (ર) વિશાલ મહેશભાઇ ભુવા રહે.પ્રભાસ પાટણ (3) મનોજ હીરાભાઇ ગઢીયા રહે.પ્રભાસ પાટણ ને રોકડા રૂા.11,370 સાથે ઝડપી લીધેલ જયારે (1) રમેશ ઉર્ફે ટેડો ડાયાભાઇ વાજા, (ર) રાકેશ ઉર્ફે શેરૂ હીરાભાઇ ગરેજા, (3) રાજશી ઉર્ફે બાંડો નાસી છુટતા પોલીસે જુગાર ધારા કલમ 1ર મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Loading...
Advertisement