અમેરિકામાં મેડીકલ લાયસન્સની પરીક્ષામાં વેરાવળના યુવા તબિબ ઉતિર્ણ : સમાજનું ગૌરવ

29 June 2020 03:07 PM
Veraval
  • અમેરિકામાં મેડીકલ લાયસન્સની પરીક્ષામાં વેરાવળના યુવા તબિબ ઉતિર્ણ : સમાજનું ગૌરવ

વેરાવળ તા.ર9
વેરાવળના ડો.અપૂર્વ ચંદ્રકાંત પોપટ એ વર્લ્ડ લેવલની યુનાઇટેડ સ્ટેટ્સ મેડીકલ લાઇસન્સ એકઝામ (યુ.એસ.એમ.એલ.ઇ.) ના સ્ટેપ-1 માં ર61 સ્કોર સાથે 97 પર્સનટાઇલ મેળવી ટોપ-3 ટકા માં ઉર્તીણ થતા લોહાણા સમાજ સાથે પોપટ પરીવારનું ગૌરવ વધારેલ છે.
વેરાવળના યુવા તબીબ ડો.અપૂર્વ પોપટ એ માતા ઉર્વશીબેન તેમજ પિતા ચંદ્રકાંતભાઇ અને વડીલ ડો.મહેન્દ્રભાઇ પોપટ (વેરાવળ લોહાણા સમાજના માજી પ્રમુખ) તથા ડો.દીનાબહેન પોપટ, ડો.અભિષેક રાજપોપટ, ડો.ઇશિતા પોપટ તેમજ ડો.અપૂર્વ વ્યાસ અને ઉત્પલાબેન પટેલ (યુ.એસ.) સહીતના સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન સાથે તથા સ્વામીનારાયણ સંપ્રદાયના સંત મહંત સ્વામીના આર્શીવાદ સાથે આ પરીણામ પ્રાપ્ત કરેલ છે.ડો.અપૂર્વ પોપટ એમ.બી.બી.એસ. માં પણ ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયેલ હોય તેમજ વેબસાઇટ મફિાીદિફાજ્ઞાફિ.ંભજ્ઞળ દ્વારા મેડીકલ એકેડેમી પણ ચલાવી રહેલ છે અને યુ ટયુબ પર પણ ઘણા સબક્રાઇબર્સ છે. આ ઉપરાંત જીમર્સ મેડીકલ કોલેજ - સોલા (સોલા સિવિલ હોસ્પિટલ) માં અત્યાર સુધીમાં હાઇએસ્ટ રેન્ક 97 પર્સેન્ટાઇલ મેળવનાર પ્રથમ ડો.અપૂર્વ પોપટ હોવાથી લોહાણા સમાજ સાથે પોપટ પરીવાર તેમજ સોલા મેડીકલ કોલેજનું ગૌરવ વધારેલ છે.


Loading...
Advertisement