મુંદ્રામાં વીજશોકથી ઢેલનુ મોત: પીજીવીસીએલની લાપરવાહી સામે લોકોમાં ભારે આક્રોશ: પગલાની માંગ

29 June 2020 03:07 PM
kutch
  • મુંદ્રામાં વીજશોકથી ઢેલનુ મોત: પીજીવીસીએલની લાપરવાહી સામે લોકોમાં ભારે આક્રોશ: પગલાની માંગ
  • મુંદ્રામાં વીજશોકથી ઢેલનુ મોત: પીજીવીસીએલની લાપરવાહી સામે લોકોમાં ભારે આક્રોશ: પગલાની માંગ

(રામ ગઢવી)
મુંદ્રા તા.29
મુંદ્રામાં પીજીવીસીએલની ઘોર બેદરકારીથી ઢેલના મોતથી લોકોમા રોષની લાગણી ઉઠી છે. શહેરના પોલીસ સ્ટેશન સામે ડીપીમા વિજકરણ લાગવાથી ઢેલનુ મોત નીપજતા પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો. વિજતંત્રનુ અનેક વખત ધ્યાન દોરવામા આવેલ છતાં કોઈપણ જાતના પગલા ભરાતા નથી.

મુંદ્રાના જાગૃત યુવા સરપંચ ધર્મેન્દ્રભાઈ જેસરે મુંદ્રા પીજીવીસીએલની કામગીરીથી નારાજગી વ્યકત કરતા જણાવ્યુ હતુ કે ઢેલનુ આ આઠમુ મોત છે. મુંદ્રા પીજીવીસીએલની કામગીરી નબળી દેખાઈ રહી છે. જેના કારણે આવા નિર્દોષ રાષ્ટ્રીય પક્ષીઓના મોત નિપજી રહ્યા છે તે દુ:ખદ બાબત છે.

આ બાબતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહને રજુઆત કરાશે. અનેક જાગૃત નાગરિકોએ મુંદ્રા પીજીવીસીએલની કામગીરીથી નારાજગી વ્યકત કરતા જણાવ્યુ હતુ કે અનેક જગ્યાએ જર્જરીત વિજવાયરો મોતની જેમ લટકી રહ્યા છે છતા પણ મુંદ્રા પીજીવીસીએલ પાસે વાયરો બદલવાની ફૂરસદ નથી.


Loading...
Advertisement