વેરાવળની સિઘ્ધિ સિમેન્ટ કંપનીએ 20 કાયમી કામદારોને છુટા કરતા દેકારો

29 June 2020 03:06 PM
Veraval
  • વેરાવળની સિઘ્ધિ સિમેન્ટ કંપનીએ 20 કાયમી કામદારોને છુટા કરતા દેકારો

વેરાવળ તા.ર9
કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર થયેલ હોય ત્યારબાદ બીજા રાઉન્ડમાં ઓધોગીક એકમોએ કામગીરી શરૂ કરેલ હોય તેમ છતાં લોકડાઉનનો ગેરલાભ ઉઠાવી સીધ્ધી સીમેન્ટ કંપનીના કાયમી કામદારોના ર0 ટકા તથા કોન્ટ્રાકટર કામદારોનું વેતન ઓછું આપવા અંગે ભારતીય મઝદુર સંઘ દ્વારા જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરેલ છે.
ભારતીય મઝદુર સંઘના જીલ્લા મંત્રી રામપાલ સોની દ્વારા જણાવેલ કે, ગુજરાત સીધ્ધી સીમેન્ટ કંપની મોરાસામાં કાયમી કામદારના પગારમાં ર0 ટકા પગાર કાપવા અને કોન્ટ્રાકટર કામદારોને ફકત રૂા.4000 આપવા સ્વેચ્છાએ સહમતી પત્રક પર સહીત લેવાનું ચાલુ કરેલ જેમાં સીધ્ધી સીમેન્ટ કંપની મોરાસામાં અખીલ ફેબ્રીકેશન કોન્ટ્રાકટરના ર0 કામદારો સહી કરવાની ના પાડેલ હોવાનું કલેકટરને કરાયેલ રજૂઆતમાં જણાવેલ છે. આ ર0 કામદારોને નોકરી ઉપરથી ગેરકાયદેસર છુટા કરવામાં આવેલ હોય તેને સંઘ દ્વારા વખોડી કાઢેલ છે. આ પ્રશ્ને મુખ્યમંત્રી, શ્રમમંત્રી સહીત સરકારી અધિકારીઓને રજૂઆત કરી આ કામદારોને નોકરી ઉપર લેવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી આ બાબતની તમામ જવાબદારી સીધ્ધી સીમેન્ટ કંપનીની રહેનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
પંજાબી અભિનેત્રીના સેવાકાર્યો
કોરોના મહામારીના સમયે લોકડાઉનના દીવસોમાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબીએ સન્માન કે પુરસ્કારના મોહમાયા વગર નિસ્વાર્થ સેવાકાર્યો હાથ ધરેલ હતા.
ગુજરાતી રંગભુમીની અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા કોરોના મહામારીને પહોંચી વળવા કોઇ પણ ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સોમનાથ-વેરાવળમાં કોરોના વાયરસના પગલે અનેક સેવા કાર્યો હાથ ધરી ફુડ પેકેટ્સનું વિતરણ કરેલ તેમજ ગરીબ પરીવારોને ભોજનની વ્યવસ્થા કરેલ અને પોલીસ કર્મી સહીતના ફરજમાં રહેલા જવાનોને ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા સાથે પોતાના કંઠે કોરોના વાયરસને પગલે સાવચેતી રાખવાની સ્પીચ રીક્ષામાં માઇક દ્વારા કામગીરી કરેલ કરી સન્માન કે પુરસ્કારની અપેક્ષા વગર માનવતાની ફરજ નિભાવી હોવાનું સોની યોગેશ સતીકુંવર દ્વારા એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement