રૂપેણ બંદરના માછીમારોની બદતર હાલત: સાગરખેડૂઓને પેકેજની માંગણી

29 June 2020 02:55 PM
Jamnagar
  • રૂપેણ બંદરના માછીમારોની બદતર હાલત: સાગરખેડૂઓને પેકેજની માંગણી

માછીમારી સીઝન બંધ થતા પરીવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ

દ્વારકા, તા. ર9
છેલ્લા કેટલાક સમયથી દ્વારકાના રૂપેણબંદર મૃત અવસ્થાએ ધકેલાતો જાય છે. એક સમયમાં દ્રારકા મંદર અને બંદર માટે વિખ્યાત હતું. મંદર એટલે જગત મંદિર અને બંદર એટલે માછીમારીનું રૂપેણ બંદર.
અહી પોરબંદર, માંગરોળ, વેરાવળ, તથા અન્ય જગ્યાએથી માછીમારો અહી માછીમારી કરવા આવતા હતા. પરંતુ સમયાંતરે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉદ્દભવતા ધીરેધીરે આ રૂપેણ બંદર પડી ભાંગ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી અહી મોટી માછીમારી બોટ આવતી નથી. જેના અનેક કારણો જવાબદાર છે. જેમા હાલ બંધ થયેલી માછીમારીની સીઝન ફેઇલ જતા ધણા વેપારીઓને મોટુ નુકસાન વેઠવું પડ્યું છે.
આ સીઝન ઓગષ્ટ માસથી શરૂ થઇને એક જુનના પુર્ણ જાહેર કરવામાં આવે છે. આ ગઇ સીઝન ઓગષ્ટ મહીના શરૂઆતથી મુશ્કેલીઓ ભરી હતી. અનેક વખત વાવાઝોડા આવ્યા, ત્યારબાદ પાકીસ્તાન એજેન્સી દ્વારા માછીમારો તથા બોટનું અપહરણ કરવામાં આવ્યું , હજુ તે મુદ્દો શાંત થાય ત્યા કોરોના મહામારીનો કહેર આવ્યો. ફરી માછીમારો ધરે બેસવા મજબુર થયા. અને કોરોના સંક્રમણ ધટ્યો ત્યા સરકારે સીઝન સમાપ્તિ ની ધોશણા કરી. જેના કારણે સીઝન ફેઇલ થઈ ગઈ. અને હવે માછીમારો પર નવો ફટકો ડીઝલના ભાવ વધારો. માછીમારો પોતાની વેદના જણાવતા પડી ભાંગે છે.અને સરકાર વિરૂદ્ધ ફીટકાર વર્સાવી રહ્યા છે.
માછીમારોના જણાવ્યાનુસાર કોરોના મહામારીના લીધે અન્ય દેશોએ ક્રુડના ભાવ ધટાડ્યા છે. ત્યારે ભારતમાં ડીઝલના ભાવ આશમાન આંબી રહ્યા છે.
અલગ અલગ બોટની કેપીસીટી મુજબ એક ટ્રીપમાં પચાસ હજારથી દોઠલાખ સુધીનું ડીઝલની ખપત થતી હોય, તે સાથે અન્ય ખર્ચ પણ થતો હોય છે. જ્યારે તેની સામે પુરતી માછલી મલતી નથી, જો મલે છે તો તેનો પૂરતો ભાવ મળતો નથી. તો આમ અમે ક્યા જઇયે. સરકાર ખેડુતોના ઉત્થાન માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરે છે. પણ અમારા દરીયાખેડુ માટે કશુંજ કરતી નથી.
હવે સરકાર અમારી સામે જુએ અને અમને રાહત પેકેજ આપે એવુ માછીમારો ઇચ્છી રહ્યા છીએ. અને એવુ નહી થાય તો અમારૂ પતન ખુબ નજીક છે. અમો કરોડોનું હુંડીયામણ કમાઈ આપીએ છીએ પણ અમારા માટે સરકાર ઉદાસીનતા દેખાડી રહી છે. રૂપેણબંદર પર પ્રાથમિક જરૂરિયાત પણ ઉપલબ્ધ નથી. અહી પાકા માર્ગ નથી. કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ નથી. અહી જેટી નથી.


Loading...
Advertisement