જામજોધપુરમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

29 June 2020 02:51 PM
Jamnagar
  • જામજોધપુરમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

એક ફરાર : પોલીસે દરોડામાં 40250ની રોકડ જપ્ત કરી

જામનગર તા.29: જામજોધપુર પોલીસે જુગાર રમતા શખ્સોને પડકી પાડવા માટે વિવિધ જગ્યાએ ચેકીંગ હાથ ધર્યું હતું તે દરમિયાન વાડી વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે રૂ.40250ની રોકડ રકમ જપ્ત કરી ફરારી એક આરોપીની તપાસ હાથ ધરી તમામ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
જામજોધપુર પોલીસે શનિવારના રોજ જુગારધામોને પકડી પાડવા માટે કરેલ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ગીંગણી રોડ પર આવેલ વાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પડ્યું હતું. આ કામના મુખ્ય આરોપી પ્રભુદાસભાઇ પોપરભાઈ વાછાણી પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા હતા ત્યારે પોલીસે મુકેશભાઈ જેરામભાઈ કડીવાર, ચેતનભાઈ જેન્તીભાઇ કાલરીયા, રસિકભાઈ શિવરામભાઈ દવે, સુભાષભાઈ પરસોતમભાઇ સિણોજીયા, ગીરીશભાઈ કરશનભાઇ કડીવારની ધરપકડ કરી રૂ.40250 ની રોકડ રકમ જપ્ત કરી ફરારી શખ્સ પ્રભુદાસભાઈની તપાસ હાથ ધરી તમામ વિરુદ્ધ જામજોધપુર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement