વઢવાણ પંથકમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતું ડમ્પર પકડી પાડતુ તંત્ર

29 June 2020 02:50 PM
Surendaranagar
  • વઢવાણ પંથકમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતું ડમ્પર પકડી પાડતુ તંત્ર

30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 29
વઢવાણ સાયલા ચોટીલા અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિપુલ પ્રમાણમાં કુદરતી ભંડારની સ્વરૂપે ખનીજ તત્વો મળી આવે છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માં ભોગાવો નદીમાં વિપુલ માત્રામાં વરસાદ બાદ રેતી મળી આવે છે ત્યારે ખાસ કરી આ ભોગાવો નદી લીમડી સાયલા અને અનેક ગ્રામ્ય વિસ્તારોને જોડી રહી છે.

ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે જેસીબી અને હિટાચી મશીન દ્વારા રોજના અનેક ટ્રેક્ટરો રેતી ના ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રીતે ફરી રહ્યા છે ત્યારે વિપુલ પ્રમાણમાં રહેતી મળી આવતી હોવાથી સરકારને પણ કરોડો રૂપિયાની રોયલ્ટી આવક થઈ રહી છે ત્યારે બીજી તરફ ખનીજ માફિયાઓ વગર રોયલ્ટી અને વગર પરવાનાઓથી જિલ્લાની નદીઓમાં થી રેતી ભરી રહ્યા છે.

ખનીજ ચોરી સામે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગે લાલ આંખ કરી છે અને ઠેર ઠેર જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે વઢવાણ તાલુકામાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતાં વાહનોની આકસ્મિક ચકાસણી હાથ ધરતાં રોયલ્ટી વિનાનું ઓવર લોડ ડમ્પર રૂ.30,11,700/-ના મુદ્દામાલ સાથે વાહન જપ્ત કરી પોલીસને સોંપી આપેલ છે, વધુ કાર્યવાહી માટે જરૂરી રિપોર્ટ ખાણ ખનીજ કચેરીને કરવામાં આવસે એવું હાલ જાણવા મળી રહ્યું છે.. ત્યારે આગામી સમયમાં પણ પ્રશાસન વિભાગ દ્વારા સૂચનાઓ આપીને આવા રોયલ્ટી વગર પસાર થતા વાહનો રોકી અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.


Loading...
Advertisement