સુરેન્દ્રનગરમાં પોઝીટીવ કેસોમાં વધારો થતા અનેક વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધિત કરતું તંત્ર

29 June 2020 02:47 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં પોઝીટીવ કેસોમાં વધારો થતા અનેક વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધિત કરતું તંત્ર

બફર ઝોન, કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં સેનીટાઇઝેશન, દવા છંટકાવની પણ કામગીરી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 29
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે પ્રશાસન વિભાગ ફરી એક વખત ચિંતામાં મૂકાયાં છે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે અને રોજ બરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસોમાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના 14 કેસો એકસાથે નોંધાતા જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વેપારીઓ દ્વારા ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાની બજારો કોરોના સંક્રમણ વધવાના કારણે સ્વેચ્છિક પડે બે વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને એસોસિએશન દ્વારા પણ આ બાબતની જાહેરાતો કરવામાં આવી છે તેને સતત સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલ કોરોના સંક્રમણ ના ખતરાના પગલે ફરી એક વખત પ્રશાસન વિભાગ મેદાનમાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે તે વિસ્તારને કોવિડ-19 તરીકે નો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં બફર ઝોન ના અનેક વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે અને હાલમાં જ્યાં જે શેરીઓમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે તે શેરીઓમાં અને તે સોસાયટીમાં સેનેટાઈઝર સહિત નો છંટકાવ કરીને ત્યાં બહારના લોકોને પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી..

આગામી સમયમાં લોકો પણ આ બાબતે સાવચેત બની ને કોરોના સંક્રમણ ના ભોગથી બચે તેવું પણ હાલમાં પ્રશાસન વિભાગ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ખાસ કરી હવે વધુ છૂટછાટ ના પગલે જિલ્લામાં વધુ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે અને તેમ કહી શકાય કે જિલ્લામાં કોરોના સંક્રમણનો એક પ્રકારે બોંબ ફૂટી રહ્યો છે..


Loading...
Advertisement