ધોરાજીમાં કોરોનાથી પ્રથમ મોત

29 June 2020 12:52 PM
Dhoraji
  • ધોરાજીમાં કોરોનાથી પ્રથમ મોત
  • ધોરાજીમાં કોરોનાથી પ્રથમ મોત

મેમણ વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ

ધોરાજી,તા. 29
ધોરાજીના ચુનારા વિસ્તારમાં રહેતા સિકંદરભાઈ મોહમ્મદભાઈ મેમણ (ઉ.62)ને ત્રણ દિવસ પહેલા બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ જ્યાં તેને કોઇ ફરક ન પડતાં જૂનાગઢ દાખલ કરેલ ત્યાં કોરોનાના સેમ્પલ લેતા તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બાદમાં તેન નિમોનિયા અને ડાયાબીટીસ પણ હતો અને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ, સિકંદરભાઈ મેમણનું જૂનાગઢ સરકારી દવાખાનામાં કોરોના સેન્ટરમાં સારવાર દરમિયાન મરણ થયું હતું.

ધોરાજી પંથકમાં આ હિસાબે પ્રથમ મોત છે. આ મોતને હિસાબે ધોરાજીમાં લોકોએ વધુ કાળજી રાખવી પડશે. મરણ જનાર સિકંદરભાઈની બોડી પેક કરી ધોરાજીના કબ્રસ્તાન ખાતે દસ-બાર લોકોની હાજરીમાં સેનીટાઈઝર અને પીપીઈ કીટ પહેરીને દફનવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ તકે આરોગ્ય અધિકારી ડોક્ટર પુનિત વાછાણી અને સાવલિયા ભાઈ તેમજ પીએસઆઈ નયનાબેન કદાવાલાની હાજરીમાં દફનવિધિ પૂર્ણ કરવામાં આવેલ હતી.

અહીં એ ઉલ્લેખનીય છે કે ધોરાજીના ચારાપા વિસ્તારમાં રહેતા સિકંદરભાઈ મહમદ લશ્કરીયા (ઉ.62) મેમણ કપડાના ડ્રેસની દુકાન ચલાવતા હતાં.


Loading...
Advertisement