ધોરાજીના પત્રકાર ધર્મેન્દ્ર બાબરીયા પાસે એન્ટીક ગ્રામોફોન-રેકર્ડ ખજાનો

29 June 2020 12:49 PM
Dhoraji
  • ધોરાજીના પત્રકાર ધર્મેન્દ્ર બાબરીયા પાસે એન્ટીક ગ્રામોફોન-રેકર્ડ ખજાનો

ધોરાજી,તા. 29
વર્ષો પહેલા જે રાજ્યોમાં લાઈટો ન હતી એ સમયમાં લોકો મનોરંજન માટે ગ્રામોફોનનો ઉપયોગ કરતા હતા. ગ્રામોફોન વગાડવા માટે લાઈટની જરુર નથી તેમાં ચાવી ભરવાથી વાગે છે.

ગ્રામોફોન ચાવીવાળા અને જુના ગીતો ગઝલો મહાન પુરુષોના ભાષણો ગુજરાતી ગીતોની એ સમયની એલપીજે 7, 10 અને 12 ઇંચની આવતી હતી અને તે ચીનાઈ માટીની બનેલ હોય છે તેમજ એ સમયમાં લાઈટોથી ચાલતા રેડીયા અને આધુનિક બન્ને સાથે ચાલે તેવા જેમાં એકીસાથે 7 તાવડી (ડીસ) બેસી જાય એક પુરીથાય ત્યારે બીજી ચાલુ થાય અને એ સમયમાં ફિલીપ્સ હોલેન્ડની બધી ચીજ વવસ્તુઓ આવતી હતી.

મેઇડ ઇન જાપાનની ચીજ વસ્તુ ન આવતી અને એ સમયે રેડીયો વાડવા માટે એન્ટેનાં રાખવું પડતું અને રેડીયાનાં વપરાશ માટે લાયસન્સ રાખવા પડતાં ધોરાજીમાં લગભગ રાજાશાહીની લાઈટો છે. ગ્રામોફોન બાદ લાઈટોથી ચાલતા. વાલ્વવાળા રેડીયો વીથ ગ્રામોફોનનો સુંદર અવાજ અને એ જમાનાનાં ફિલીપ્સનાં સ્પીકરમાં જુના ગીતો અને દર બુધવારે બીનાકા ગીત માલા અને ગુજરાતી કાર્યક્રમ નાટકો અને ગામનો ચોરો સાંભળવા લોકોને ગમતા.

બાદમાં અત્યારે ડીજીટલ યુગ આવતા આવા જુના ગ્રામોફોન અને વાલ્વવાળા રેડીયા એ સાચવવા અને તેનું જતન કરવું મુશ્કેલ છે. ધોરાજીના પત્રકાર ધર્મેન્દ્ર બાબરીયાએ આવા ગ્રામોફોન અને 5000 જેટલી દુર્લબ રેકોર્ડનો ખજાનો સાચવેલ છે અને તેઓ આજના સમયના ગીતો આજે પણ વગાડી મિત્રોને સંભળાવે છે.


Loading...
Advertisement