પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ખેડૂતોની ગાંધીગીરી

29 June 2020 12:48 PM
Dhoraji
  • પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ખેડૂતોની ગાંધીગીરી

પેટ્રોલ પંપના કર્મચારીઓને ગુલાબના ફૂલ અર્પણ કર્યાં

ધોરાજી,તા. 29
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ધોરાજીમાં ખેડૂતોએ પેટ્રોલ પંપના કર્મચારીઓને ગુલાબના ફુલ અર્પણ કરી ગાંધીગીરી કરી હતી. કોરોનાને લીધે લોકડાઉન બાદ પેટ્રોલ ડીઝલનાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોય તેની સામે ગાંધીજીની પ્રતિમા પાસે આવેલ પેટ્રોલ પંપના કર્મચારીઓને ગુલાબના ફૂલ આપી ગાંધીગીરી કરી હતી.

આતકે વિઠ્ઠલભાઈ હીરપરા, દિનેશભાઈ વોરા સહિતનાં ખેડૂતોએ હાજર રહી વિરોધ વ્યક્ત કરેલ હતો. બીજી તરફ આ વિરોધ વ્યક્ત કરતા ધોરાજી પોલીસે સાત જેટલા ખેડૂતોને સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાય હતી. અને પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરેલ હતી.


Loading...
Advertisement