ભાવનગરમાં આજે કોરોના પોઝીટીવના ત્રણ કેસો; સંક્રમણનો આંક 245 પહોંચ્યો

29 June 2020 12:06 PM
Bhavnagar
  • ભાવનગરમાં આજે કોરોના પોઝીટીવના ત્રણ કેસો; સંક્રમણનો આંક 245 પહોંચ્યો

પોશ વિસ્તારમાં કોરોનાના વધતા જતા કેસોથી તંત્રની ચિંતા વધી

વિપુલ હિરાણી
ભાવનગર,તા. 29 : ભાવનગર શહેરમાં આજે સવારે વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયાછે.જિલ્લાનો કુલ પોઝીટીવ આંક વધીને 245 થયો છે. ભાવનગરમાં કોરોના વાયરસે ભરડો લીધો હોય તેમ રોજરોજ કેસ વધી રહ્યા છે. આજે સોમવારે સવારમાં જ ત્રણ કેસ નોંધાવા પામ્યા છે.

શહેરનાં રુપાણી સર્કલ પાસે બાબાભાઈની ચાલી પ્લોટ નં. 163માં રહેતા ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ચૌહાણ ઉ.39, શહેરનાં કૃષ્ણકુમાર અખાડા પાસે પ્લોટ નં. 48-ઇમાં રહેતા અમિતસિંહ પ્રતાપસિંહ વેગડ ઉ.42, તથા શહેરનાં કાળીયાબીડ પટેલ પાર્ક શેરી ન. 2 પ્લોટ નં. 4690માં રહેતા જીવરાજભાઈ કાનજીભાઈ ઇટાલીયા ઉ.64નાં રિપોર્ટ પોઝીટીવ આવતાં ત્રણેને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આજનાં સવારમાં ત્રણ કેસથી ભાવનગર જિલ્લાનો કુલ પોઝીટીવ આંક વધીને 245 થયો છે. ભાવનગરમાં અત્યાર સુધી 156 દદીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 13નાં મોત નિપજ્યાં છે હવે હોસ્પિટલમાં 72 દર્દીઓ સારવારમાં રહ્યાં છે.


Loading...
Advertisement