સોશિયલ ડિસ્ટન્સનું અસરકારક હથિયાર-છત્રી!

29 June 2020 12:06 PM
Entertainment India Off-beat
  • સોશિયલ ડિસ્ટન્સનું અસરકારક હથિયાર-છત્રી!

તડકો, વરસાદ અને હવે કોરોનાથી બચાવશે છત્રી! : કોરોનાથી બચવા ગુજરાતી પ્રોડયુસર જે.ડી.મજિઠિયાએ ટીવી સીરિયલ ‘ભાખરવડી’ના સેટ પર સૌના માટે છત્રી ફરજીયાત કરી!

રાજકોટ
કોરોનાનાના કેસ વચ્ચે ઓલમોસ્ટ 90 દિવસ શુટીંગ બંધ રહ્યા પછી હવે જયારે ટીવી સીરીયલના શુટીંગની પરમીશન મળવા માંડી છે અને તમામ પ્રકારની આંટીઘુંટીનું કોકડું પણ ઉકલી ગયું છે ત્યારે સબ ટીવીની સીરીયલ ‘ભાખરવડી’ના સેટ પર સોશ્યલ ડિસ્ટન્સીંગ આપોઆપ જળવાયેલું રહે એ માટે સિરિયલના પ્રોડયુસર જે.ડી.મજીઠીયાએ ગજબનાક તુકકો લડાવ્યો છે.

જેડીએ તમામ આર્ટિસ્ટ અને ક્રુ-મેમ્બર માટે છત્રી ફરજીયાત કરી દીધી છે. છત્રી ફરજીયાત હોવાથી એના પરિઘને કારણે આપોઆપ એકબીજાથી અંતર રાખવું પડે અને કોઈને કોરોનાનું સંક્રમણ ન લાગે એની કાળજી પણ આપોઆપ લેવાઈ જશે. જેડીએ કહ્યું કે ‘કાં તો સોશ્યલ ડિસ્ટન્સીંગ માટે તમારે સતત નજર રાખવી પડે અને કોઈ ભુલ ન કરી બેસે એનું ધ્યાન રાખવું પડે અને કાં તો બધાએ સતત સજાગ રહેવું પડે આ બન્ને વાતમાં કયાંક કચાશ રહી જાય એવી શકયતા વધારે હોવાથી અમે છત્રીનો રસ્તો કાઢયો, જેમાં તમે સજાગ રહ્યા વિના પણ કોઈની નજીક જવાની કોશીશ કરો તો તમને છત્રી નડે અને તમારે અટકી જવું પડે.’

લાંબા અંતરાલ પછી સૌ મળે અને ઉત્સાહમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવી શકે તો એકબીજા પર જોખમ આવવાની શકયતા રહે, પણ એવું ન બને, ઉત્સાહ અને આવેગ વચ્ચે પણ અંતર અકબંધ જળવાયેલું રહે એનો મસ્ત રસ્તો જેડીએ કાઢી લીધો. જેડીએ કહ્યું કે ‘હવે જયારે બધું ખુલવા માંડયું છે ત્યારે લોકોએ છત્રી લઈને જ બહાર જવું જોઈએ, જેથી આપોઆપ સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાયેલું રહે અને કોરોનાથી બચી શકાય.’ ‘ભાખરવડી’ના સેટ પર સોશ્યલ ડીસ્ટન્સ જાળવવામાં ઉપકારક બનેલી છત્રી પ્રોડયુસર દ્વારા પુરી પાડવામાં આવી છે.


Related News

Loading...
Advertisement