ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો

29 June 2020 11:42 AM
Gondal
  • ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો

મુદામાલ કબ્જે કરતી પોલીસ : તપાસનો ધમધમાટ

ગોંડલ તા.29
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામીણા એ જીલ્લામાં પ્રોહી જુગાર બદીને નાબુદ કરવા આપેલી સુચના તથા એલ.સી.બી. પી આઈ એમ. એન. રાણા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી હકિકત આધારે ગોડલ પંચપીર ની ધાર મફતીયા પરા માં પ્રકાશ ઉર્ફે પકો ગીરધરભાઇ મકવાણા (રહે. ગોંડલ પંચ પીર ની ધાર મફતીયા પરા વાળા)ની દેશી દારૂની ભઠ્ઠ ચલાવતો હોય દરોડો પડી પકડી પાડેલ હતી.

જેમાં દેશી દારૂ લીટર 40 કી.રૂ. 800, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર 1200 કી.રૂ. 2400, ભઠીના સાધનો જેમા ગેસના બાટલાઓ નંગ 1 તથા પ્લાસ્ટીક ના બેરેલ, લોખંડના બેરેલ, ચુલ્લા, તગારા જેવા સાધનો જેની કી.રૂ. 5000 કુલ મુદામાલ કી.રૂ.8,200 જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા માં જમાદાર રવીદેવભાઇ બારડ ,અનીલભાઇ ગુજરાતી તથા યેન્દ્રસીંહ વાઘેલા સહિત ના જોડાયા હતા.

જુગાર દરોડો
ગોેંડલ સિવિલ હોસ્પિટલ ચોકમાં કાદર હબીબભાઈ રહે ભગવતપરા મારુતિ નગર તેમજ હેદર જીગરભાઈ કટારીયા રહે ભગવતપરા વાળાઓ વરલી ફીચર નો જુગાર રમાડતા હોય સીટી પોલીસના નરેન્દ્રસિંહ જાડેજા, જે કે ચૌહાણ અને એચ જે કેરાલિયા એ રોકડા રૂપિયા 10150 સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ જુગારમાં રફીક ઉર્ફે જંગલી કટારીયા રહે ભગવતપરા વાળો પણ સંડોવાયેલો હોય જેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


Loading...
Advertisement