ઉનામાં રસ્તાનું કામ કરતા ત્રણ મજુરો પર ટોળાના હૂમલાથી ચકચાર

29 June 2020 11:40 AM
Veraval
  • ઉનામાં રસ્તાનું કામ કરતા ત્રણ મજુરો પર ટોળાના હૂમલાથી ચકચાર

બાઇક ચલાવવાના મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સો-સાગ્રીતો તુટી પડયા

ઉના, તા. 29
ઊના શહેરમાં સી સી રોડમાં કામ કરતા મજુર પર 10 થી વધુ શખ્સો દ્વારા તલવાર લાકડાના ધોકા વડે ત્રણ શખ્સો પર હુમલો કરી ઇજા પહોચાડી હોય જેમાં એક યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે પ્રથમ ઊના સરકારી હોસ્પીટલમાં ખસેડાયા બાદમાં વધુ સારવાર અર્થે રીફર કરાયેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના બસ્ટેશન પાછળના ભાગે આવેલ ગોપાલ વાડી વિસ્તારમાં ઊના નગરપાલીકા દ્વારા સી સી રોડ રોડનું કામ શરૂ હોય જેમાં મજુરો કામ કરી રહ્યા હતા. ત્યારે શક્સ રસ્તા પરથી બાઇક લઇ ચાલવા બાબતે શખ્સે મજુર સાથે ઝગડો કરેલ હોય અને બાદમાં શખ્સ ઉશ્કેરાઇ જઇ અન્ય 10 થી વધુ શખ્સોને બોલાવી તલવાર, લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયાર વડે હુમલો કરતા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોચાડી હતી. જ્યારે એક મજુર યુવાનને માથાના તથા હાથના ભાગે તલવાર લાગી જતાં ગંભીર ઇજા પહોચતા સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ હોવાનું જાણવા મળેલ છે.

હુમલો કરનાર શખ્સો કોણ છે તેની ઓળખ માટે પોલીસે સી સી ટીવી કેમેરાના ફુટેજ આધારે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. આ અંગેની પોલીસ ફરીયાદ નોધાવવા કવાયત હાથ ધરેલ છે.

ઊનાના ગ્રામ્ય વિસ્તારમાં બે થી ત્રણ શખ્સો દ્વારા મહીલાને સરે જાહેર મારમાર્યો
ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક મકાનની બહાર એક મહીલાને બે થી ત્રણ શખ્સો દ્વારા લાકડી તેમજ હાથ વડે હુમલો કરી માર મારતા હોવાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ હતો. જેમાં મકાન બહાર એક મહીલા ઉભી છે.

અને તેને બે થી ત્રણ શખ્સો લાકડી ઉગામી અને હાથ વડે હુમલો કરી મારમારેલ હતો. અને આ ધટનાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડેલ હતા. પરંતુ મહીલાને ત્રણ શખ્સો દ્વારા માર મારી રહ્યા તેને કોઇ રહ્યા હતા. જોકે સોશ્યલ મીડીયામાં સમગ્ર ધટનાનો વિડીયો વાયરલ થયેલ હતો.


Loading...
Advertisement