નાસાએ રચેલા નકશામાં ઢોસા જેવો દેખાય છે ગુરૂનો ગ્રહ

29 June 2020 10:41 AM
India Technology World
  • નાસાએ રચેલા નકશામાં ઢોસા જેવો દેખાય છે ગુરૂનો ગ્રહ

ટવીટર જેવા સોશ્યલ મીડિયા સહિત ઓનલાઇન દુનિયામાં આજકાલ ખાદ્ય પદાર્થો અને એના જેવા દેખાતા પદાર્થો તથા સ્થળોની તસવીરો મશહુર બની છે. એમાં અમેરીકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના ખગોળશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓએ ગુરૂના ગ્રહનો રચેલો નકશો કોઇ ભારતવાસી જુએ તો એને ઢોસા યાદ આવતાં મોઢામાં પાણી આવવા માંડે એવી શકયતા છે. નાસાના કાસિની સ્પેસક્રાફટના નેરો એન્ગલ કેમેરા વડે લેવાયેલી ગુરૂ ગ્રહની તસવીરને હજારો લોકોએ શેર અને રીટવીટ કરી છે.

નાસાના વિજ્ઞાનીઓએ રચેલા અનેક નકશાઓમાંથી એક ગુરૂ ગ્રહનો નકશો જોઇને સોનલ ડબરાલ નામના નેટીઝને એ નકશાની તસવીર ટવીટર પર શેર કરીને લખ્યું છે, ‘ગરમા ગરમ ઢોસા તૈયાર છે. એની સાથે ભાજી લઇને સાંભર અને નાળીયેરની ચટણી સાથે ઝાપટવા માંડો. સ્વાભાવિક રીતે કોઇ પણ ઇન્ડિયન માણસ એ નકશાનો ફોટોગ્રાફ જુએ તો તેને અચૂક ઢોસા યાદ આવે એવી સ્થિતિ છે.


Related News

Loading...
Advertisement