જુગારનો કેસ ન કરવાના મામલે રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયેલ કોન્સ્ટેબલ પાસે બે વૈભવી કાર, લાખોની એફડી

28 June 2020 12:10 AM
Ahmedabad Gujarat
  • જુગારનો કેસ ન કરવાના મામલે રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયેલ કોન્સ્ટેબલ પાસે બે વૈભવી કાર, લાખોની એફડી

બેંકમાં પત્ની,પુત્રના નામે 22 લાખની એફડી, 15 લાખ બેલેન્સ, 26 લાખનું મકાન, 8 લાખનો ફ્લેટ, પત્ની પ્રજ્ઞાબહેનના નામે 32 લાખની બે વૈભવી કાર જીપ કમ્પાસ અને વરના મળી આવી હતી.

અમદાવાદ:
ગુજરાત પોલીસના એક સામાન્ય આવક વાળા ધરાવતા પોલીસમેન પાસેથી લાખોની અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે. પોલીસ કર્મચારી જગદીશ ચાવડા પાસે લાખોની કિંમતની વૈભવી કારો છે અને પરિવારના નામે બેંકમાં લાખોની ફિક્સ ડિપોઝીટ છે. આવક કરતા 129 ટકા અપ્રમાણસર સંપતી એસીબી એ ઝડપી લીધી છે.

વિસ્તૃત વિગત જોઈએ તો અમદાવાદ ગ્રામ્ય LCBના કોન્સ્ટેબલ જગદીશ ચાવડાની પાસેથી 85 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. વાત જાણે એમ છે કે, થોડા માસ પહેલા પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ચાવડાએ જુગારનો કેસ ન કરવાના મામલે ફરિયાદી પાસે રૂ.40 હજારની માંગણી કરી હતી. પોતાનો આ ભ્રષ્ટાચાર સામે ન આવે એટલે લાંચની આ પોતાના ઓળખીતા દશરથ ઠાકોરને આપી દેવા જણાવ્યું હતું. એસીબીમાં ફરિયાદ થતા વચેટીયા દશરથ ઠાકોરને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ચવડાનું નામ ખુલતા જ એસીબીએ તેમની ધરપકડ કરી હતી.

ત્યારબાદ એસીબીને લાગ્યું કે કોન્સ્ટેબલ જગદીશ ચાવડાના શંકાના આધારે પોલીસે આરોપીના ઘરે જ દરોડો પડી તપાસ આદરી. તપાસમાં બહાર આવ્યું કે, બેંકમાં પત્ની,પુત્રના નામે 22 લાખની એફડી, 15 લાખ બેલેન્સ, 26 લાખનું મકાન, 8 લાખનો ફ્લેટ, પત્ની પ્રજ્ઞાબહેનના નામે 32 લાખની બે વૈભવી કાર જીપ કમ્પાસ અને વરના મળી આવી હતી. આ મિલકત આરોપીની કાયદેસરની આવક કરતા 129 ટકા વધુ હોવાનું એસીબીની તપાસમાં ખુલ્યું છે અને કોન્સ્ટેબલ જગદીશ ચાવડા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે.

પોલીસના કોન્સ્ટેબલ કદના કર્મચારીએ આચરેલા મોટા ભ્રષ્ટાચાર મામલે સામે આવેલી વિગત મુજબ એસીબીએ આરોપીના બેન્ક એકાઉન્ટ તપાસતા ચેક પિરિયડ ગત તારીખ 1-4-2012 થી 8-6-2020ના સમયગાળા મુજબ 83,42,069ની રકમ જમા કરાવી અને આ પિરિયડ દરમિયાન રૂ.44,36,900ની રકમનો ઉપાડી હોવાનું સામે આવ્યું હતું. જે મુજબ આરોપી જગદીશ ચાવડાએ રૂ. 84,67,624ની અપ્રમાણસર મિલકત આવક કરતા વધુ એકત્ર કર્યાનું ખુલ્યું છે.


Related News

Loading...
Advertisement