ગુજરાત : ફોર વ્હીલમાં જનાર વ્યક્તિને માસ્ક પહેરવા અંગે આવ્યો મહત્વનો નિયમ.. વાંચો સમગ્ર માહિતી

27 June 2020 11:56 PM
Gujarat
  • ગુજરાત : ફોર વ્હીલમાં જનાર વ્યક્તિને માસ્ક પહેરવા અંગે આવ્યો મહત્વનો નિયમ.. વાંચો સમગ્ર માહિતી

ફોર વ્હીલમાં એક જ વ્યક્તિ હોય તો માસ્ક પહેરવું ફરજિયાત નહીં, ચેકીંગ વખતે પૂછપરછ સમયે માસ્ક પહેરવું પડશે : ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર:
સરકારે માસ્ક પહેરવાને લઈ એક નવો નિયમ જાહેર કર્યો છે જે મુજબ ફોર વ્હીલમાં એક જ વ્યક્તિ હોય તો માસ્ક પહેરવું ફરજિયાત નથી. ગૃહ વિભાગે એકલા કાર ડ્રાયવ કરતા વ્યક્તિને માસ્કમાંથી મુક્તિ આપી છે. પરંતુ તે વ્યક્તિએ પોલીસ ચેકીંગ વખતે પૂછપરછ સમયે માસ્ક પહેરવું પડશે. આ બાબતે ગૃહ વિભાગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે.
આ ઉપરાંત જો તેમના ફોર વ્હીલર વાહનમાં એક થી વધુ વ્યક્તિ હોય તો તમામ ને માસ્ક ફરિજયાત પહેરવાનું રહેશે.


Related News

Loading...
Advertisement