બિહાર, યુપી, ઝારખંડના મૃતકોને પૂ.મોરારીબાપુ તરફથી આર્થિક સહાય

27 June 2020 05:39 PM
Bhavnagar
  • બિહાર, યુપી, ઝારખંડના મૃતકોને પૂ.મોરારીબાપુ તરફથી આર્થિક સહાય

વીજળી પડવાને લીધે માર્યા ગયેલા

ભાવનગર તા.27
બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના અનેક વિસ્તારોમાં ગત દિવસોમાં આકાશી વીજળી પડવાને કારણે 110 થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. પ્રતિ વર્ષ ચોમાસાની ઋતુમાં વીજળી પડવી એ સામાન્ય ઘટના છે. પરંતુ આ સાલ બિહાર યુ.પી જેવા પ્રદેશોમાં આકાશી વીજળીએ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને લીધે અત્યાર સુધીમાં દેશના ફક્ત ત્રણ રાજ્યોમાં જ 110 લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોને પૂજ્ય મોરારિબાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિવારજનોને પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવી રહી છે. બિહાર તેમજ ઉત્તરપ્રદેશ વિસ્તારના રામકથાનાં શ્રોતાઓ દ્વારા આ સહાય પહોંચાડવામાં આવશે. આ સહાયની કુલ રાશી સાડા પાંચ લાખ થવા જાય છે. તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું હતુ.


Loading...
Advertisement