જેતપુરમાં ધોરાજી રોડ વિસ્તારના રહીશોની રોડ-રસ્તાના મુદ્દે રેલી

27 June 2020 04:47 PM
Dhoraji
  • જેતપુરમાં ધોરાજી રોડ વિસ્તારના રહીશોની રોડ-રસ્તાના મુદ્દે રેલી

પગલા નહીં લેવાય તો આંદોલન : પાલિકાને રજૂઆત

જેતપુર,તા. 27
(દિલીપ તનવાણી દ્વારા)
જેતપુરમાં ધોરાજી રોડ પર આવેલ ચારેય જેટલા વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષથી રોડ રસ્તા બનાવવા માટે પાલિકામાં રજૂઆતો રહેવાસી દ્વારા કરવામાં આવેલ હોવા છતાં તંત્ર દ્વારા કંઇ પણ કાર્યવાહી થયેલ નથી તેમજ આ વિસ્તારમાંથી ચુંટાયેલા સુધરાઈ સદસ્યોએ પણ આ વિસ્તાર માટે કશું કર્યું જ નથી.

જેના લીધે આ વિસ્તારની મહિલાઓ રોષે ભરાતા અને નગરપાલિકા વિરુધ્ધ સુત્રોચ્ચારો કરી તાજેતરમાં રજૂઆતો કરાઈ છે. આ વિસ્તારના રસ્તા નવા બનાવવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ જણાવેલ છે.

શહેરનાં પંચવટી સોસાયટી, ગાયત્રી પાસેનો રોડ, પટેલનગર-3, ન્યુ અંકુર સ્કુલ પાછળનો વિસ્તારના રહીશોએ આ પ્રશ્ને રેલી કાઢી રજૂઆત કરી હતી.


Loading...
Advertisement