અમારે એકબીજાને બહુ કહેવું નથી પડતું: બુમરાહ અને શમી સાથે બોલિંગ કરવા વિશે ભુવનેશ્વરે કહ્યું

27 June 2020 03:50 PM
India Sports
  • અમારે એકબીજાને બહુ કહેવું નથી પડતું: બુમરાહ અને શમી સાથે બોલિંગ કરવા વિશે ભુવનેશ્વરે કહ્યું

બુમરાહ અને શમી સાથે બોલિંગ કરવા વિશે ભુવનેશ્વરે કહ્યું

નવી દિલ્હી : ભારતીય ડિપાર્ટમેન્ટના સફળ પ્લેયર ભુવનેશ્વરકુમારનું કહેવું છે કે મારી સફળતાનો રાજ બોલરો વચ્ચેના સારા સંબંધ છે જેમાં મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને વધુ કશું કહેવું પડતી નથી.

આ વિશે વાત કરતાં ભુવનેશ્વર કુમારે કહ્યું ક્યો બોલર ક્યા એન્ડથી બોલિંગ કરે છે એ મહત્વનું નથી, કારણ કે મારે જે પર્ફોર્મ કરવાનું છે એ મારે જ કરવાનું છે છતાં મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ સિનિયર પ્લેયર હોવાથી અમે તેમની સાથે થોડી ઘણી વાતચીત કરતા રહીએ છીએ અને સમજવાનો પ્રયાસ કરતા રહીએ છીએ કે બેટ્સમેનને કેવી રીતે હેરાન કરી શકાય.

અમારી બોલિંગ પાર્ટનરશીપ આવી જ છે. અમે એકબીજા સાથે વધારે વાત નથી કરતાં. અમે સતત સારી બોલીંગ કરીને સામેવાળી ટીમના બેટ્સમેન પર પ્રેશર બનાવી રાખવાનું કામ બન્ને એન્ડથી કરતા રહીએ છીએ.


Related News

Loading...
Advertisement