મેરજાને હવે મોરબીમાં ભાજપનું કામ દેખાયુ : અક્ષય પટેલે અમિત શાહના બદલે અમિત ચાવડાને વખાણ્યા: ધારાસભ્યોની જીભ લપસી

27 June 2020 03:20 PM
Ahmedabad Gujarat Politics Rajkot
  • મેરજાને હવે મોરબીમાં ભાજપનું કામ દેખાયુ : અક્ષય પટેલે અમિત શાહના બદલે અમિત ચાવડાને વખાણ્યા: ધારાસભ્યોની જીભ લપસી
  • મેરજાને હવે મોરબીમાં ભાજપનું કામ દેખાયુ : અક્ષય પટેલે અમિત શાહના બદલે અમિત ચાવડાને વખાણ્યા: ધારાસભ્યોની જીભ લપસી

સિંધુમાં બિંદુ બન્યો છું : ભાજપમાં ઓગળી જઇશ : મોરબીના પૂર્વ ધારાસભ્યના વિધાનથી સૌએ સૂચક હાસ્ય કર્યુ : કાકડીયાએ હાલના નેતાઓનો વહિવટ છેલ્લી કક્ષાનો કહેતા ભાજપના નેતાઓ સ્તબ્ધ થઇ ગયા : હું તો લોકોની વાતમાં આવીને કોંગ્રેસમાં ગયો હતો : જાડેજાનો બચાવ

ગાંધીનગર તા.27
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા બાદ પત્રકાર પરિષદમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી જોકે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાનું ટાળ્યું હતું.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પત્રકાર પરિષદમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી માં જોડાવાથી વિકાસના કામ કરવાનો અવસર હવે મને મળ્યો છે એટલું જ નહીં હું જ્યારે કોંગ્રેસ માં હતો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકલન સાધી ને કામ કરાવ્યા છે અત્યાર સુધીમાં મોરબીમાં 365 કરોડના કામ ભાજપની સરકાર દ્વારા કરાવવામાં આવ્યા હોવાનો દાવો પણ કર્યો હતો અને સિંધુ મા બિંદુ બની વિકાસ યાત્રામાં સાથે રહેવાના કોલ આપ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે હું એક વાહક બની ને જાતને ઓગાળી દઈશ. જો કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાના વિધાનોથી તેમની સાથે આવેલા કાંતિભાઇ અમૃતિયા મોહન કુંડારિયા જયંતીભાઈ કવાડિયા સહિત ભાજપના કેટલાક નેતાઓ સહિત અન્ય હોદ્દેદારો પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા.

જ્યારે કરજે ના ધારાસભ્ય અક્ષય પટેલે પ્રતિક્રિયામાં જ અમિત શાહના નામની જગ્યાએ અમિત ચાવડા નો ઉલ્લેખ કરતા સભાખંડમાં હાસ્ય રેલાતું હતું પરંતુ ભૂલથી નામનો ઉલ્લેખ થતાં અક્ષય પટેલ શોભ જનક સ્થિતિમાં મુકાયા હતા આ તબક્કે તેમણે કોંગ્રેસની આંતરિક સ્થિતિ ખરાબ હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને તેના કારણે કોંગ્રેસ સાથે તેઓ રહેવા તૈયાર નહીં હોવાનો સ્વીકાર કર્યો હતો જોકે આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષી કોંગ્રેસમાં ધારાસભ્યોનું કોઈ અસ્તિત્વ જ નથી જેના કારણે આજે આ નિર્ણય કરવો પડ્યો છે અને આવનાર સમયમાં મારા મત વિસ્તારમાં પ્રજાના કામો કરી શકીશું તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તો બીજી તરફ ખાડિયાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસમાં છું પરંતુ પ્રજાના કામ હું કરી શકતો ન હતો આજે ગુજરાતમાં છેલ્લો તાલુકો મારા મત વિસ્તારમાં આવે છે અને તે વિકાસથી વંચિત રહ્યો છે અને એટલે જ મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું આ તબક્કે તેમણે પ્રશ્ન કર્યો હતો કે 17 વર્ષની વફાદારી અચાનક કેમ છોડી ? જેનો ઉત્તર તેઓ આપી શક્યા ન હતા.

જ્યારે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા એ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં હું વફાદારી અને સિદ્ધાંતો સાથે નિયમોનું પાલન કરીશ જોકે કોંગ્રેસ પાર્ટી તારી જતી પરંતુ અત્યારના જે નેતાઓ છે તેમના વહીવટી છેલ્લી કક્ષાના હોવાનું કહેતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત તમામ નેતાઓ સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે કેવા પ્રકારના વહીવટ થાય છે તેવું વારંવાર પુછતા તેમણે ઉત્તર આપવાનું ટાળ્યું હતું અને અંતે એમ કહ્યું હતું કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે કેટલાક ધારાસભ્યો ચરણોમાં રહીને ટિકિટો મેળવે છે એવો આક્ષેપ પણ કર્યો હતો. જોકે જેવી કાકડિયાના આ વિધાનથી પ્રદેશ કાર્યાલયમાં ઉપસ્થિત નેતાઓ અને અન્ય હોદ્દેદારોમાં નવી ચર્ચા જગાવી હતી.

જ્યારે છેલ્લે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, હું ભાજપનો જ સૈનિક હતો પરંતુ અમુક લોકોની વાતોમાં આવી જતા મારે કોંગ્રેસમાં જોડાવું પડ્યુ હતું પરંતુ હવે મારા મત ક્ષેત્રમાં વિકાસ થાય તે હેતુથી હું ભાજપમાં જોડાયો છું. અત્રે નોંધનીય છે કે, આ તબક્કે તેમને ટિકિટ મળશે કે કેમ તેવું પુછતાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે પાર્ટીનો આદેશ હશે તે મુજબ નિર્ણય કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પ્રદ્યુમ્ન સિંહ જાડેજા જ્યારે પ્રદેશ પ્રોબ્લેમમાં આવ્યા ત્યારે પાર્ટીએ કમિટમેન્ટ કરી હોવાનું નિવેદન મીડિયા સમક્ષ કર્યું હતું. જો કે ભાજપમાં વિધિવત ખેસ પહેર્યા બાદ તેમના નિવેદનને શીખવાડેલી સ્ક્રિપ્ટ મુજબ ફેરવી દીધું હતું.


Related News

Loading...
Advertisement