હવે ટીમ ઇન્ડિયાની જર્સી પર નાઈકીનો લોગો નહીં જોવા મળે

27 June 2020 02:41 PM
India Sports
  • હવે ટીમ ઇન્ડિયાની જર્સી પર નાઈકીનો લોગો નહીં જોવા મળે

લોકડાઉનના કારણે બીસીસીઆઈ અને પાર્ટનર નાઈકોનો કોન્ટ્રાક્ટ ખતરામાં પડ્યો

નવી દિલ્હી,તા. 27
ટીમ ઇન્ડીયાની વાદળી રંગની જર્સી પર એક નિશાન છેલ્લા 14 વર્ષથી છે. ધોની, વિરાટ, રોહિત શર્મા જ્યારે પણ મેદાનમાં ઉતરેછે ત્યારે તેમની જર્સી પર તે નિશાન હંમેશા ચમકતું રહે છે હવે આ નિશાન ટીમ ઇન્ડીયાની જર્સી પરથી હટી શકે છે, જીહા, અમે વાત કરી રહ્યા છીએ બીસીસીઆઈનાં કિટ પાર્ટનર નાઈકીની. જેનો કોન્ટ્રાક્ટ બીસીસીઆઈની સાથે ખતરામાં પડી ગયો છે. તેને કારણ કોરોના વાઈરસના કારણે થયેલું લોકડાઉન પણ છે.

અહેવાલો મુજબ નાઈકીની બીસીસીઆઈ સાથેની ડીલ સપ્ટેમ્બરમાં ખતમ થઇ રહી છે. નાઈકીએ ચાર વર્ષની હાલની ડીલ માટે 370 કરોડ રુપિયા આપ્યા તાં જેમાં 85 લાખ પ્રતિ મેચ ફી હતી અને સાથે 12-15 કરોડની રોયલ્ટી પણ તેમાં સામેલ હતી પણ કોરોના વાઈરસ ફેલાવાથી નાઈકીનું ઘણું નુકસાન થયું છે. લોકડાઉનના કારણે મેચ રદ થયા છે. હવે નાઈકી ઇચ્છે છે કે તેનો કરાર બીસીસીઆઈ વધારે. સૂત્રો મજુબ બોર્ડ તેના માટે તૈયાર નથી અને તે જલદી તેના માટે નવું ટેન્ડર લાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન ટીમ ઇન્ડીયાનાં 12 ઇન્ટરનેશનલ મેચ રદ થયા છે. ડીલ અનુસાર નાઈકી કંપની ટીમ ઇન્ડીયાને જૂતા, જર્સી અને બીજા અન્ય સામાન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે, સાથે સાથે ટીમ ઇન્ડીયાની જર્સી પર તેનો લોગો રહે છે પરંતુ હવે નાઈકી અને બીસીસીઆઈ વચ્ચે સંબંધ તૂટવાની અણી પર આવી ગયો છે.


Related News

Loading...
Advertisement