ગોંડલના હડમતાળા પાસે રીલાયન્સના ટેન્કરમાંથી રૂા.1.40 લાખના ડીઝલની ચોરી

27 June 2020 01:00 PM
Gondal
  • ગોંડલના હડમતાળા પાસે રીલાયન્સના ટેન્કરમાંથી રૂા.1.40 લાખના ડીઝલની ચોરી

રાજકોટના શખ્સ સહિત ત્રણ સામે ગોંડલમાં ફરીયાદ: તમામ મુદામાલ કબ્જે: આરોપીની ધરપકડ

રાજકોટ તા.27
ગોંડલના હડમતાળા પાસે રીલાયન્સના ટેન્કરમાંથી છૂપી નજરથી રાજકોટના ડ્રાઈવર સહિત ત્રણ શખ્સો ડીઝલની ચોરી કરતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ત્રણેયની ધરપકડ કરી ડીઝલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. કે.કે.સૈયદ, કોન્સ. દિલીપભાઈ ખાચર સહિતના સ્ટાફે બાતમીને આધારે હડમતાળા પાસે ઉભેલા જી.જે.-12-એડબલ્યુ - 7269 નંબરના રીલાયન્સ ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા રાજકોટના જામનગર રોડ ભોમેશ્ર્વર પ્લોટમાં રહેતા જયદીપસિંહ જામભા જાડેજા (ડ્રાઈવર), હડમતાળાના સીકંદર હારૂન નકાણી અને સાજીદ ઉર્ફે યાસીન કાસમભાઈ નકાણીની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમા આરોપીએ જણાવ્યુ હતુ કે રીલાયન્સ ટેન્કર 24 હજાર લીટરની ક્ષમતાવાળુ હતુ. ટેન્કરમાંથી સીકંદર અને સાજીદ ઉર્ફે યાસીનની ટ્રેકટર/ટ્રોલી 2000 લીટર ડીઝલ રૂા.1.40 લાખની તસ્કરી કરતા રંગેહાથ પકડાઈ જતા ત્રણેયને પોલીસ મથકે લઈ આવી વધુ પૂછપરછ આદરી હતી.


Loading...
Advertisement