બિલીયાળા ગામે વીજ શોર્ટ લાગતા મોતને ભેટનારી બાળાના વાલીને 4 લાખની સહાય

27 June 2020 12:56 PM
Gondal
  • બિલીયાળા ગામે વીજ શોર્ટ લાગતા મોતને ભેટનારી બાળાના વાલીને 4 લાખની સહાય

પૂર્વ ધારાસભ્ય જાડેજાના હસ્તે ચેક અર્પણ કરાયો

ગોંડલ તા.27
ઉઘઈ 1 ઉં ગોંડલના બિલિયાળા ગામે બાળાને શોટ લાગતા મોત નિપજ્યા ની ઘટના માં તેના વાલીઓને રૂ. 4 લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો હતો.
ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરી કામ કરતાં મૂળ એમપીના મહેતાબભાઈ ચૌહાણ ની 11 વર્ષની પુત્રી કવિતા વરસાદ આવી રહ્યો હોય ઝાડ નીચે ઉભી હતી ત્યારે તે દરમિયાન ભારે પવનના કારણે ઝાડ ઉપરથી પસાર થઇ રહેલ ઇલેવન કે.વી. ની વીજ લાઈન ઝાડ ને અડતા કવિતાને શોટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

આ ઘટનાની જાણ ગામના સરપંચ દીપકભાઈ રૂપારેલીયા ને થતા બાળાના મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને લાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી હતી અને ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી કવિતા બે ભાઈ અને બે બહેનોના પરિવારમા મોટી હતી અકાળે તેનું નિધન થતા શ્રમિક પરિવાર શોકમાં ગરક થયો હતો.

આ બાબતે સરપંચ દીપકભાઈ દ્વારા ઉચ્ચકક્ષા એ રજુઆત કરતા મુખ્યમંત્રી રાહત ફંડ માંથી રૂ. 4 લાખનો ચેક આવતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હસ્તે બાળા ના વાલીઓને આપવમાં આવ્યો હતો આ તકે ટીડીઓ ગોહેલ સહિતનાઓ હાજર રહ્યા હતા.


Loading...
Advertisement