બોટાદમાં અવાજ પ્રદુષણ ફેલાવતા વાહનોના હોર્નથી શહેરીજનો ભારે પરેશાન: ઉકેલ જરૂરી

27 June 2020 12:39 PM
Botad
  • બોટાદમાં અવાજ પ્રદુષણ ફેલાવતા વાહનોના હોર્નથી શહેરીજનો ભારે પરેશાન: ઉકેલ જરૂરી

બોટાદ તા.27
બોટાદ શહેરમાં અવાજનુ પ્રદુષણ ફેલાવતા અને કાનના પડદા ફાડી નાખે, ભલભલા શહેરજનો બી જાય સાથે ભડકાવના અવાજવાળા હોર્નથી બોટાદના નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે.બોટાદમાં અવાજના પ્રદુષણ ફેલાવતા તેમજ ધૂમ સ્ટાઈલ બાઈકચાલકો તેજ ગતિથી ચાલતા થ્રી વ્હીલ ટેમ્પાઓ જેના ભૂંગળા પાછળના ભાગમા નીચે ફીટ કરેલા હોય છે તે વાહનો ઢગલાબંધ રજ-ધૂળ ઉડાડતા જાય છે જે આરોગ્યની દ્રષ્ટિએ ખતરનાક છે. જે વાંકા ભૂંગળા છે તેને બદલે સીધા ભૂંગળા કરવાથી ધૂળ-રજ ઉડતી બંધ થશે તો આવા ટેમ્પાચાલકો સામે પગલા ભરવાનો સમય પાકી ગયો છે.

મોટરસાયકલના ચાલકો તથા રીક્ષાચાલકો શહેરીજનોને ભડકાવવા નીકળ્યા હોય તેમ જાતજાતના વિચિત્ર મોટા અવાજવાળા હોર્ન અને પીપુડા વગાડીને લોકોને ત્રાસ આપતા વાહનો તેમજ આગળની લાઈટ ફૂલ હોય છે જે સામે આવતા વાહનોના ચાલકોને આંજી દે છે. આવા વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની આજના સમયની માંગ છે.

ટ્રેકટર, થ્રી વ્હીલ ટેમ્પા, ફોર વ્હીલ ખટારા આયસરોમા લાંબા લાંબા મોટા જાડા લોખંડના સળીયા ભરીને રસ્તાઓ ઉપરથી પસાર થાય છે ત્યારે રસ્તાઓ ઉપર લોખંડના સળીયા ઘસાતા જાય છે જેના કારણે રસ્તાઓને નુકશાન થઈ રહ્યા છે. આ ઈસમો સામે કાર્યવાહી કરવાની જરૂર છે.


Loading...
Advertisement